SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ . જેન શ્રાવિકા શાળા. ગુલાબવિજ્યજીના ઉપાશ્રયમાં લાંબી જાહેરાત વગરની આ અતિ ઉપયોગી સંસ્થા ગમે તેમ પિતાનું નાવ હંકાર્યો જાય છે. એને માટે ફંડ જેવું કંઈજ નથી. હિંમતલાલ માસ્તરને પગાર શેઠશ્રી કસ્તુરભાઈ હસ્તકના એકાદા ખાતામાંથી અપાય છે જ્યારે વાડીભાઈને પરિશ્રમનું ફળ ઉત્સાહી બહેને તરફથી મળે છે. આ સંસ્થા તરફ સમાજની આંખ હજુ ઉઘડતી નથી. બાકી બહેનને તો ધન્યવાદ છે. આ સંસ્થામાં અધ્યયન કરી, પાંચ સાત બહેને આજે સાધ્વીજીવન ના આંગણે પદસંચાર કરી રહી છે. આ સંસ્થાના ઉદ્ધારવિના સમાજ ના નારીવર્ગની દશા સુધરવાની નથી, અને તે વિના ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવાનું પણ નથી. એટલું કહેવું કાફી છે કે, બહેને ! તમો તમારે પ્રયત્ન એના નિભાવ અર્થે ચાલુજ રાખજે અને સાધ્વીજીવન ગાળી ઉપદેશવારિથી એના જીવનને પોષજે. ૪ શ્રી મહાવીર જૈન સભા. આ સંસ્થા હસ્તક શ્રી. આત્મકમળ જેન લાયબ્રેરી નામે છે. જેનું સ્થાન બજારના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાની બહારની બાજુ પર છે. જૈન પ્રભાવક મંડળના અવસાન પછી કેટલાક કાળે આ સંસ્થાને જન્મ થયો છે, એમાં પ્રૌઢ અને યુવકને મેળ મલ્યો. યુવાનના ઉછળતા લેહીએ પ્રારંભમાં પ્રગતિ ઠીક કરી. પ્રયાસ કરી પ્રભાવક મંડળના કબાટ સેવતાં લગભગ ત્રણસો પુસ્તક મેળવી સ્વમંડળને વધાર્યું; આજે હજાર ઉપર સંખ્યા ગઈ છે, પૂર્વે છાપાં પણ ઠીક આવતા; પણ પાછળથી નિયમપૂર્વક કામ કરવાની ભાવનાવાળા મુંબઈ વસતા સભ્યોને ખંભાતના કેવળ આપમરજીથી કામ ચલાવતા કાર્યવાહક સાથે મતભેદ પડે. અમે કાયમ રાખવા યત્ન સેવાયા છતાં સત્તાશાહીએ મચક ન આપી એટલે મુંબાઈ વિભાગ Sટા પડયા. એની હાય, સલાહને ઉમંગ સભાએ ગુમાવ્યા ત્યાર પછી Shree Sudharmaswami Gyanbrandar-Omara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy