SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ રાજ્ય આપ્યું હતું. તેમજ દેવતાપ્રસાદ પણ ભાવાતિશયથી તથા ઉપચાર સમર્પણ–જપ પાઠ પૂજન હોમ તર્પણ ધ્યાન પ્રણિધાનાદિકથી સંપાદિત થાય છે. જેનાં ધ્રુવ, પ્રહલાદ, ઉપમન્યુ, વિકૃતિ અસંખ્ય ઉદાહરણ પુરાણેતિહાસાદિકમાં ઉપલબ્ધ થાય છે તેથી એ પણ કાવ્યનાં અસાધારણ પ્રયોજન ગણું ન શકાય. એમ આ ઠેકાણે શંકા કરે તો પછી કીર્તિ પણ ધનવ્યયથી શરીરનું પરોપકારમાં સમર્પણ કરવાથી અને એવાં અનેક નિમિત્તથી મેળવી શકાય છે. વળી પરમાલ્વાદ પણ અનુકૂલ પદાર્થોનું ઉપસેવન કરવાથી તથા સાધનસંપન્ન પુરૂષને અધ્યાત્મ શાસ્ત્રનું પરિશીલન કરવાથી પણ મેળવી શકાય તો પછી કાવ્યનું એવું તો એક પ્રયોજન ન ગણી શકાય કે જે બીજા કશાથી ન મળતાં માત્ર કાવ્ય નિર્માણથી અથવા કાવ્ય પરિશીલનથી જ મળી શકે છે. અર્થાત એ પ્રકારે કાવ્યના પ્રયજનનું હેમચંદ્રાચાર્યું કરેલું ખંડન અંતતોગત્વા તેણે પોતે રાખેલાં બે પ્રયોજનને પણ ઉખેડી શકે છે. માટે એ ખંડન પ્રકાર અનુકૂલ તર્ક નથી તેથી કાવ્યપ્રકાશકારે કાવ્યનાં જે છ પ્રયોજન ઉદાહરણ સહિત દર્શાવ્યાં છે તે યથાર્થ છે અને માનવા યોગ્ય છે. એ જ અર્થને હૃદયમાં રાખી પંડિત જગન્નાથે “ઇત્યાદિ અનેક પ્રયજન’ આમ નિરૂપણ કરીને કાવ્યપ્રયોજન ભવિષ્યવત અનવધિકકાલપ્રવાહમાં કોઈ બીજું પણ યદિ પ્રતિત થાય તેને પણ સમાવેશ કરવા માટે રસ્તો રાખે છે. હેમચંદ્રાચાર્યે છાયોપજીવન વગેરે પ્રક્રિયા લખી વિજાતિવિતિયા, બાહ્ય સત્રતયા ઘર,વેરવિચંતા; એવા તે પ્રક્રિયાના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. આ પ્રક્રિયા તેમના પહેલાના કેઈ ગ્રન્થમાં માલુમ નથી પડતી તેથી એ તેમની સ્વીય કલ્પના વિભૂતિ જણાય છે. સૂક્ષ્મ વિચાર કરતાં એ પ્રક્રિયા મહાકવિ સમ્મત થવા યોગ્ય જણાતી નથી. કારણકે એથી ચૌર કવિઓને એક અવલંબન મળવા જેવું બને છે. જો કે મહાકવિઓમાં પ્રસંગે કલ્પનાશક્તિ મૂલની એકતાને લીધે સમાન કલ્પના આવી જાય છે. જેમકે પંડિતરાજ જગન્નાથે શ્રીગંગાલહરીસ્તોત્રમાં– तवालम्बादम्बस्फुरदलघुगर्वेण सहसा, मया सर्वेऽवज्ञा सरणिमथ नीताः सुरगणा; इदानीमौदास्यं यदि भजसि भागीरथि! तदा, निराधारो हा रोदिमि कथय केषामिह पुरः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy