SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ ના સમયમાં જેનાચાર્ય હેમચન્દ્ર સૂરીએ “કાવ્યાનુશાસન લખ્યું જેમાં કાવ્યપ્રકાશના લક્ષણોના કેટલાક અંશોનું ખંડન કરી પ્રયોજનાદિકમાં પણ કેટલાક ફેરફાર સૂચવ્યા છે. જેમકે કાવ્યપ્રકાશકારે કાવ્યના પ્રયોજનોમાં યશ, અર્થ (દ્રવ્ય-લાભ) વ્યવહારવિજ્ઞાન, પાપનાશ, શાંતિ (મોનિવૃત્તિ) અને સ્ત્રીતુલ્ય બની ઉપદેશકતા અર્થાત વિદાઝા એ રાજાજ્ઞા સમાન છે એટલે એમાં તો કંઈ પણ શંકા ન કરતાં તે પ્રમાણે વર્તવું એજ ઉચિત છે અને સ્મૃતિઓની આજ્ઞા ગુરૂની આજ્ઞા તુલ્ય છે એટલે સ્મૃતિવાક્યમાં શ્રદ્ધા રાખી તે પ્રમાણે વર્તવું અને તેનું કારણ પૂછી શકાય પણ કારણ સમજાવનાર ન મળે ત્યાં સુધી તદનુસાર આચરવાનું મુલ્લવી ન રખાય, પુરાણોની આજ્ઞા મિત્રાજ્ઞાસમાન છે. જે કારણ સમજાવી ફલ બતાવે તે ફલની આકાંક્ષા ન રાખીએ તો તે પ્રમાણે વતવાનું બંધન નહિ પણ આ કાવ્યની જે શિક્ષણરૂપ આજ્ઞાઓ છે તે તો એક મનહરા પ્રિયા પત્નીના સવિલાસ આજ્ઞાપન સમાન હાઈને હૃદયંગમ થવાની સાથે હિતકર ઉપદેશપ્રદ ગણેલ છે તેથી તેનું સર્વાતિશાયિપણું સ્પષ્ટ દર્શાવ્યું છે. એ શવ્યપ્રકાશકારે નિરૂપણ કરેલાં છ પ્રયોજનોમાં પૈસે બીજા ઉદ્યોગોથી મળી શકે, પાપનાશ, વ્રત, તપ વગેરેથી પણ થઈ શકે, વ્યવહારવિજ્ઞાન વ્યવહારાવલોકનથી પણ મળી શકે, એવી રીતે બીજું પ્રયોજન ખાળી નાખી સર્વ પ્રજનેમાંથી માત્ર યશ અને પરનિવૃતિ આ બેજ પ્રયોજન માની બાકીનાં પ્રયોજનમાં અન્યથા સિદ્વિદોષોદ્દભાવન કરી ખંડન કરેલું છે. આ પછી રસગંગાધરકાર પંડિત જગન્નાથ થયા. તેમણે -ર્તિ મારા ગુરાગ દેવતા प्रसादाद्यनेक प्रयोजनकस्य काव्यस्य व्युत्पतेः कवि सहृदययोरावश्यकतया X । કીતિ, પરમ આહ્વાદ, ગુરૂ, રાજા અને દેવતાઓને પ્રસાદ અર્થાત્ સ્તોત્રરૂપ કાવ્યથી, ગુરૂની પ્રસન્નતા થવાથી ગુરૂકૃપાકટાક્ષપાતલભ્ય વિદ્યા પ્રાત્યાદિ તથા રાજાની સ્તુતિદ્વારા પ્રસન્નતા થતાં ધન પ્રામાદિ લાભ અને દેવતાસ્તુતિદ્વારા દેવતાનુગ્રહથી આત્યંતિક અભ્યદય તથા નિઃશ્રેયસની સિદ્ધિ; એ ત્રણના પ્રસાદને પ્રજનમાં ગણેલ છે. પણ એ પ્રસાદજન્ય ફલે તો બીજા ઉપાયથી પણ સાધ્ય થઈ શકે તેથી તે ફલેની પ્રજનમાં ગણના નથી કરી. યદ્યપિ ગુરૂપ્રસાદ સેવાતિશયથી પણ થાય છે જેમકે ભગવાન શંકરાચાર્યની અંગસેવા અને વસ્ત્રક્ષાલનાદિ સેવાથી ત્રોટકાચાર્યને અનુગ્રહ થતાં અકસ્માત વિદ્યાવિર્ભાવ થયો. તેમજ રાજપ્રસાદ પણ આરાધનાતિશય તથા નૈપુણ પાટવ કૌશલ દક્ષતા વગેરેથી થઈ શકે છે. જેમ માતૃગુપ્તની એક સંવત્સરની અસાધારણ સેવા પદ્ધતિથી પ્રસન્ન થએલા વિક્રમાદિત્ય રાજાએ તેને કાશ્મીર મંડલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy