SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આ પદ્યમાં “હે અમ્બ! તારા આલંબનથી મને અત્યંત ગર્વ છે જેના આવેશમાં મેં ઇતર દેવોને પણ અવજ્ઞાપંક્તિમાં મૂકી દીધા. હવે આ ટાણે જે તું મારા તરફ ઉદાસીનતા ધારણ કરીશ તે પછી તે ભાગીરથિ! તું કહે નિરાધાર બનેલો હુંકેના આગળ જઈને ઉં?” આ જે કલ્પના વર્ણવી છે એવાજ પ્રકારની કલ્પના આનંદ લહરીમાં महान्तं विश्वासं तव चरणपङ्केरुहयुगे, निधायान्यन्नैवाश्रितमिह मया दैवतमुमे ! इदानीं त्वचेतो यदि मयि न जायेत सदयं, नीरालम्बो लम्बोदरजननि ! कं यामि शरणम् ॥ १॥ “હે ઉમે! તમારા ચરણયુગમાં મહોટ (પૂરો) વિશ્વાસ રાખીને બીજા કોઈ દેવને મેં આશ્રય લીધે જ નહિ અને હવે આ ટાણે જે તારું ચિત્ત મારે વિષે દયાર્દ ન થાય તો તે લંબેદરજનિ-ગણપતિનાં જનનિ ! કહો કે હું કોને શરણે જાઉં? આ શ્લેકની પૂર્ણ છાયા આવે છે. જેને લીધે સાહિત્યસાર ટીકાકાર અય્યતરાયે જગન્નાથ પંડિતરાજને ચૌર કવિ કહેવાનું સાહસ કર્યું છે. એક સરખી કલ્પનાઓ અનેક કવિઓના હૃદયમાં આવી શકે એ સંભવિત છે અને તે પ્રસંગે છાયોપજીવન માનવું એ યોગ્ય છે. છાયોપજીવન અનુજ્ઞાત ગણીએ તે તેથી કશી બીજી હાનિ નથી. કેમકે સંસ્કૃત ભાષાનાં કેટલાએક ભર્તુહરિ શતકાદિક કાવ્યના ગુજરાતી તથા હિન્દી ભાષામાં ઉલથા થએલા છે તે એક પ્રકારનાં છાયોપજીવન જ છે. કારણકે પદો તો વ્યાકરણ શાસ્ત્રના કારખાનામાં સિદ્ધ થએલાંજ સેવે એ વાપરવાનાં છે. તેથી તે વાપરવાની કવિઓની પિતાની મિલકત જેટલી સ્વતંત્રતા છે તથાપિ કોઈ કવિએ વાપરેલાં પદને સમુદાય તેનીજ આનુપૂર્વી યુક્ત વાપરવાનું સત્કવિઓ સર્વથા પસંદ નજ કરે. મેઘદૂતના ચતુર્થ પદને એમનું એમ રાખી તેમાં બીજાં ત્રણ ત્રણ ચરણ ઉમેરી પદાંક દૂતાદિની રચનાઓ કવિએ કરી છે. પણ તે માત્ર પોતાની સમસ્યાપૂર્તિ પટુતાને વિકાર દર્શાવવાના ઉદ્દેશથી તેવા પ્રયત્નો થએલા છે એમાં ચૌર્ય સંભાવનાનો અવસર નથી. તેમજ એક કવિએ વર્ણવેલા વિષયને જૂદીજ વાક્યરચનાથી વર્ણવવાની શૈલીમાં પણ ચૌર્યારે પ થઈ શક્તા નથી. કારણકે એકજ ઈતિહાસ વિષય ઉપર અનેક કવિનિર્માણ થએલાં છે. મુરારિ રે કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy