________________
નથી આ નર્યો ઈતિહાસ કે નથી નવું જીવનચરિત્ર. મૂળ હકીકતને, એટલે કે પ્રાયઃ નિર્વિવાદ મનાયેલી ઐતિહાસિક વિગતને વફાદાર રહીને ચરિત્ર અને ઇતિહાસનું મધ્યવર્તી આ સંકલન કર્યું છે. પણ વસ્તુત: અ સંકલન પણ નથી રહ્યું. વચ્ચે-વચ્ચે કલ્પનાવિહારને પણ આશ્રય લીધો છે. એટલે એને શું કહેવું એવી કોઈ ભાંજગડમાં પડવા કરતાં વાડ્મયના પ્રવાહમાં આ ફૂલ-પાંખડી વહેતી મૂકી દેવી એ જ ઠીક છે.
શ્રી હેમચંદ્ર રાયચૌધરીના “પેલીટીકલ હિસ્ટરી ઓફ ઈન્ડીઆ” ના પુસ્તકવાંચનમાંથી આ વિષયની પ્રથમ પ્રેરણા મળી અને તે પછી મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસ (શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર), પ્રાચીન જૈન લેખ સંગ્રહ (મુનિ જિનવિજય), વીર સંવત નિર્ણય અને જૈન કાલગણના (મુનિ કલ્યાણુવિજય), અને શ્રી કાશીપ્રસાદના કલિંગ ચકવર્તી ખારવેલ તથા પંડિત ગંગાધર સામત શર્મા-કવિબાળના પ્રાચીન કલિંગ-યા ખારવેલ વિગેરે ગ્રંથના આધાર લીધા છે. એટલે કે એ ગ્રંથ-લેખક મહાશયને પણ હું જાણું છું.
સુશીલ
R
//
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com