________________
૩૮
એ કર્મ પરિણામ છે અને મુક્તાવસ્થામાં એ કર્મનું નામે– નિશાન પણ રહેતું નથી. જ્યારે “કર્મ રૂપ કાણુનેજ અભાવ છે, તે પછી “જન્મ ધારણ કરવા” રૂપ કાર્યની ઉત્પત્તિ હેઈજ કેમ શકે ? કારણ કે– " दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । વર્મવીને તથા પે ન ત મવાદ: ”
બીજ અત્યન્ત બળી ગયા પછી અંકુર ઉત્પન્ન થતું નથી, તેવી રીતે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી.
વળી મુક્તાવસ્થામાં નવીન કર્મબંધનનું પણ કારણ નથી રહેતું, કારણ કે કર્મ એ એક જડ પદાર્થ છે. તેના પરમાણુ ત્યાંજ લાગે છે, જ્યાં રાગ-દ્વેષની ચીકાશ હોય છે અને મુક્તાવસ્થામાં પરમાત્મસ્થિતિએ પહોંચેલા આત્માઓને રાગશ્રેષની ચીકાશને સ્પર્શમાત્ર પણ નથી હોતું. અત એવા મુક્તાવસ્થામાં નવીન કમબંધનને પણ અભાવ છે, અને કર્મબંધનના અભાવના કારણે તે મુક્તાત્માઓ પુનઃ સંસારમાં આવતા નથી.
બીજી બાબત છે ઈશ્વરકત્વ સંબંધી. જૈનદર્શનમાં ઈશ્વરકતૃત્વને અભાવ માનવામાં આવ્યો છે અર્થાત “ઈશ્વરને જગના કર્તા માનવામાં આવતા નથી.” - સામાન્ય દૃષ્ટિથી દેખવામાં આવે તે જગના દશ્યમાન તમામ પદાર્થો કેઈ ને કઈ દ્વારા બનેલા અવશ્ય દેખાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com