________________
તે પછી જગત્ જેવી વસ્તુ કેઈન બનાવ્યા સિવાય બની હોય, અને તે નિયમિત રીતે પિતાને વ્યવહાર ચલાવી રહી હોય, એ કેમ સંભવી શકે ? એ શંકા જનતાને અવશ્ય થાય છે.
પરન્તુ વિચાર કરવાની વાત તે એ છે કે આપણે ઈશ્વરનું જ સ્વરૂપ માનીએ છીએ–જે જે ગુણોથી યુક્ત ઈશ્વરને ઓળખાવીએ છીએ, એની સાથે ઈશ્વરનું “કર્તુત્વ” કયાં સુધી બંધબેસતું છે? એને પણ વિચાર કરે ઘટે છે.
તમામ દર્શનકારો ઈશ્વરનાં જે વિશેષણે બતાવે છે, તેમાં રાગ-દ્વેષ રહિત, સચ્ચિદાનન્દમય, અમેહી, અચ્છેદી, અભેદી,
અનાહારી, અકષાયી-આદિ વિશેષણ યુક્ત સ્વીકારે છે. આ વિશેષણ યુક્ત ઈશ્વર જગના કર્તા કેમ હોઈ શકે? પહેલી બાબત એ છે કે ઈશ્વર અશરીરી છે. અશરીરી ઈશ્વર કે પણ ચીજના કર્તા હોઈ જ કેમ શકે? કદાચ ઈચ્છાથી કહેવામાં આવે તે ઈચ્છા તે રાગાધીન છે, જ્યારે ઈશ્વરને રાગ-દ્વેષને તે સર્વથા અભાવજ માનવામાં આવ્યું છે અને જો ઈશ્વરમાં પણ રાગ-દ્વેષ-ઈચ્છા-રતિ–અરતિ–આદિ દુર્ગણે માનવામાં આવે તે ઇશ્વરજ શાને?
વળી ઈશ્વરને જે જગના કર્તા માનવામાં આવે તે જગની આદિ કરશે અને જે જગત આદિ છે તે પછી
જ્યારે જગત્ નહિ બન્યું હતું ત્યારે શું હતું? કહેવામાં આવે કે એકલે ઇશ્વર હતું, પરંતુ એકલા “ઈશ્વર”નો વ્યવહારજ “વદતે વ્યાઘાત:” જે છે. “ઈશ્વર” શબ્દ, બીજા કેઈ શબ્દની અપેક્ષા જરૂર રાખે છે. “ઈશ્વર” તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com