SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ સંક્ષેપથી કહેવામાં આવે તે જરીપુરતમ શ્વ: અર્થાત્ જેના સમસ્ત કર્મો ક્ષય થયાં છે, તેનું નામ ઈશ્વર છે. જે આત્માઓ આત્મસ્વરૂપને વિકાસ કરતા કરતા પરમાત્મસ્થિતિએ પહોંચે છે, તે બધાએ ઈશ્વર કહેવાય છે, ઈશ્વર કેઈ એક જ વ્યકિત છે, એવું જૈનસિદ્ધાન્તનું મન્તવ્ય નથી. કેઈ પણ આત્મા કર્મોને ક્ષય કરી પરમાત્મા બની શકે છે. હા, પરમાત્મસ્થિતિએ પહોંચેલા એ બધાએ સિદ્ધો, પરસ્પર એકાકાર અને અત્યન્ત સંયુક્ત હેવાથી, સમુચ્ચયરૂપે તેઓને એક ઈશ્વર” તરીકે કથંચિત વ્યવહાર કરીએ, તે તેમાં કંઈ ખેટું નથી; પરન્ત જગતને કઈ પણ આત્મા ઈશ્વર ન થઈ શકે–પરમાત્મસ્વરૂપને ન પ્રાપ્ત કરી શકે, એમ જૈનસિદ્ધાન્ત પ્રતિપાદન નથી કરતો. આ પ્રસંગે “આત્મા પરમાત્મા શી રીતે થઈ શકે છે? “પરમાત્મસ્થિતિએ પહોંચેલે આત્મા ક્યાં રહે છે? ઈત્યાદિ વિવેચન કરવા જેવું છે, પરંતુ તેમ કરવા જતાં નિબંધનું કલેવર વધી જવાના ભયથી એ બાબતને પડતી મૂકી ઈશ્વરના સંબંધમાં જૈનેની ખાસ ખાસ બે માન્યતાઓ તરફ આપ સૌનું ધ્યાન ખેંચીશ. પહેલી બાબત એ છે કે ઈશ્વર અવતારને ધારણ કરતા નથી. અને એ વાત તે સ્પષ્ટ સમજાય તેવી છે કે જે આત્માઓ સકલ કર્મોને ક્ષય કરી સિદ્ધ થાય છે–સંસારથી મુક્ત થાય છે, તેઓને પુનઃ સંસારમાં અવતાર લેવાનું કંઈ કારણું રહેતું જ નથી. જન્મ-મરણને ધારણ કરવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy