________________
૩૩
લાગ્યાં. જૈન ધર્મને અર્વાચીન માનનારાઓના જોવામાં આવ્યું કે-વેદ જેવા પ્રાચીનમાં પ્રાચીન મહામાન્ય ગ્રંથમાં જ્યારે જૈનતીર્થકરોનાં નામ આવે છે, ભાગવત જેવા ઐતિહાસિક ગ્રંથમાં ઋષભદેવ જેવા જૈનતીર્થંકરને ઉલ્લેખ આવે છે કે, જે ઋષભદેવને થયે કરેડ વર્ષ માનવામાં આવે છે ત્યારે જૈનધર્મ ઘણું જૂના કાળને–વેદના સમયથી પણ પહેલાંને છે, એમ માનવામાં “હા” “ના” કાની શાની હોઈ શકે ?
પાશ્ચાત્ય વિદ્વાનમાં હોટે ભાગે બૌદ્ધધર્મની શાખા તરીકે જનધમ મનાતું, પરંતુ બૌદ્ધોના પિટક ગ્રંથમાં-માજા અને મારિરિવાજ આદિમાં જનધર્મ અને મહાવીરના સંબંધમાં મળેલી હકીકતે તેમજ બીજા કેટલાંક પ્રમાણેથી હવે વિદ્વાનને સ્પષ્ટ જાહેર કરવું પડ્યું છે કે “જૈનધર્મ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે.”
જર્મનિના સુપ્રસિદ્ધ હાં. હમન જેકેબી સ્પષ્ટ કહે છે“ I have come to conclusion that Jain religion is an extremely ancient religion independent of other faiths. It is of great importance in studying the ancient philosophy and religious doctrines of India,
અથ–હું નિર્ણય ઉપર આવી ગયું છું કે “જૈનધર્મ અત્યન્ત પ્રાચીન અને અન્ય ધર્મોથી પૃથક એક સ્વતંત્ર ધર્મ છે એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે તે અત્યન્ત ઉપયોગી છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com