________________
૩૪
જૈનધર્મની પ્રાચીનતાના સંબંધમાં મારે આ પ્રસંગે એટલા માટે આટલા ઉલ્લેખ કરવા પડ્યો છે કે ભારતવર્ષનાં પ્રાચીન દનામાં જ એક એવું વિશેષ તત્ત્વ રહેલુ છે કે જે આધુનિક વિચારકાની વિચારસૃષ્ટિમાં નથી જેવાતુ અને તેટલા માટે મારે એ અનુરોધ અસ્થાને નહુિ જ લેખાય કેભારતવર્ષના જ નહિં, દુનિયાના વિદ્વાનેાએ જૈનદર્શનમાં અતાવેલ તત્ત્વજ્ઞાનના પણુ ખાસ અભ્યાસ કરવા જોઇએ. જૈનતત્ત્વજ્ઞાન.
સજ્જને ! હું આ પ્રસંગે એ બતાવવાની તક લઉં છું કેજૈનતત્ત્વજ્ઞાન એક એવું તત્ત્વજ્ઞાન છે, જેમાંથી કાઇ પણ શેાધનારને નવી ને નવી વસ્તુઓજ પ્રાપ્ત થાય છે. આ તત્ત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતાના સંબંધમાં માત્ર હું એટલું જ કહીશ કે જૈનાની એવી માન્યતા છે-અને જૈન સિદ્ધાંતાથી પ્રતિપાદિત છે કે જૈન ધર્મનું જે કંઈ તત્ત્વજ્ઞાન છે, તે તેના તી કરાએ પ્રકાશિત કરેલુ છે, અને તે તીર્થંકરે! તે તત્ત્વજ્ઞાનના ત્યારે જ પ્રકાશ કરે છે કે જ્યારે તેને કૈવલ્ય-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, કેવલજ્ઞાન એટલે ભૂત, ભવિષ્ય અને વત્તમાન ત્રણે કાળનુ લેાકાલાકના તમામ પદાર્થાંનુ યથાસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરાવે તે. એવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે તત્ત્વના પ્રકાશ કરવામાં આવે, તેમાં અસત્યની માત્રાનેા લેશ પણ ન રહેવા પામે, એ દેખીતી વાત છે અને તેનું જ કારણ છે કે જે જે વિદ્વાના જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી રહ્યા છે, તે તે વિદ્વાને મુક્તકંઠે જૈનતત્ત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતા સ્વીકારી રહ્યા છે. એટલુ જ નહિ પરન્તુ વિજ્ઞાનની દૃષ્ટિએ આ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરનાર તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com