SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૯) મુખ્ય શહેર–કપૂરથલા એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રહે છે. એ શહેર કરતારપુરના રેલવે સ્ટેશનથી ઉત્તરમાં કમલને છેટે છે. ઇતિહાસકપૂરથલ્લાના રાજાના કુટુંબીઓ મુળ બીયાસના અહલુ ગામમાંથી આવ્યા જે ઉપરથી તેના કુટુંબીઓ અહલુવાલીયાના નામથી ઓળખાય છે. આ રાજ્યની સ્થાપનાર સરદાર જસાસીંગ જાટ જાતનો કલાલ હ. તે પંજાબમાં જે વખતે તોફાન થયુ તે વખતે દવાબમાં કેટલીક જગા બથાવી પડીને ઈ. સ. ૧૭૮૦માં તેનો ધણી થઈ પડ્યો. સરદાર ફતેહસીને કેટલાક મુલક જીતીને અને મહારાજા રણજીતસીંગ પાસેથી કેટલાક મુલક બક્ષિસ મિળવીને પોતાના મુલકમાં વધારો કર્યો. આ મુલકનું મુખ્ય શહેર કપૂરથલા હતું. તે ઉપરથી રાજ્યનું નામ કપૂરથલ્લાનું પડ્યું છે. ' ઈ. સ. ૧૮૦૯માં સતલજનદીની પિલીમેરનાં કેટલાંક રાજ્ય ઈજ સરકારને રક્ષણ નીચે આવ્યાં. સરદાર ફતેહસીંગે ઈગ્રેજનું ઉપરીપણું અને ત્યાં અંગ્રેજી લશ્કર રહે તેનું ખરચ આપવાને અને લડાઈની વેળા તેમને મદદ કરવાને કબુલ કર્યું. તે પણ કપૂરથલાના સરદારે પહેલી સીખ લડાઈની વખતે ઈગ્રેજી સરદારને લકર તરફની મદદ કરી નહીં અને ઈ. સ. ૧૮૪ની અલીવાલની લડાઈમાં તે ઇગ્રેજની સામે લડ્યો. તેથી સતલજની આ પાળની તેની જાગીરો ઇગ્રેજો લઈ લીધી અને સતલજની પેલી પાળને મુલક રાજા ઈગ્રેજ સરકારને નમકહલાલ રહે એવી સરતે આપવામાં આવ્યો. અને લડાઈની વખતે ઈગ્રેજ સરકારને ૩૧૩૮૦૦૦ રોકડા આપવા પણ આખરે ઘટાડીને ૨૧૩૧૦૦૦ આપવા ઠરાવ્યા. અને સરદારને પોતાના રાજ્યમાંથી જગાત અને રાહદારીનાં નાકાં લેવા બંધ કરવાની જરૂર પડી. ફતેહસીંગના મરણ પછી નીહાલસીંગ કપુરથલાને સરદાર નીમાએ ઈ. સ. ૧૮૪૯માં પંજાબને ઇગ્રેજી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું. ત્યાર પછી કપુરથલાના સરદાર નીહાલસીંગને રાજાનો ઈલકાબ આપવામાં આવ્યો હતો. અને તે જીવે ત્યાં સુધી બારી વાબનો જે મુલાક લઈ લેવામાં આવ્યો હતો તે તેને પાછો સાંપવામાં આવ્યો અને તેને અધીકાર અંગ્રેજ સરકારે રાખ્યો. તે ઈ. સ. ૧૮૫રના સપ્ટેમ્બર માસમાં મરણ પામ્યો. અને તેની પછી તેનો બકરો રણધીરસીંગ ગાદીએ બેઠો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy