SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૮). આપવાને જે લેવી ભરવામાં આવી હતી ત્યાં ગયા હતા. રાજા ઈ. સ. ૧૮૭૭ના જાનેવારીની તા. ૧લીએ દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં પધાર્યા હતા અને ત્યાં તેમને ૧૧ તેમનું માન મળતુ તે વધારીને ૧૩ તપનુ માન આપ્યું. અહીંના રાજાને ફાંસી દેવાનો હક છે. તેમની ઉમર હાલ ૪૬ વરસની છે. આ રાજ્યના લશ્કરમાં ૧ર લડાઈની અને બીજી ૧૦ તપ. ૫૦ ગેલંદાજ, પ૬૦ ઘોડેસ્વાર, અને ૧૨૫૦ પાયદલ છે. નાભા—એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજા રહે છે. વસ્તી ૧૭૦૦૦ માણસની છે, તેમાં ૮૦૦૦ હિંદુ, ૬૦૦૦ મુસલમાન, ર૦૦૦ શીખ અને બીજા પરચુરણ છે. કપૂરથલ્લા. આ રાજ્ય જટ જાતના સીખ રાજાનું અને તે હિમાલયની નરેત્યકોણ તરફની તળેટીમાં જાલંધર દુવાબના પશ્ચિમ ભાગમાં છે. તેની ઉત્તરે હિમાલયનો પહાડી મૂલક પૂર્વ જાલંધર કુવાબનો મધ્યભાગ દક્ષિણે સતલજ નદી ને પશ્ચિમે અમરીતસર જીલ્લો છે. આ રાજ્યનો વિસ્તાર ૨૦ ચોરસ મિલ જમીન અને તેમાં ચાર શહેર અને ૬૧૩ ગામ આ શિવાય અયોદ્ધાની જાગીરનો વિસ્તાર. ૭૦૦ ચોરસ મિલ છે. તેથી તેમાં રપ૦૦૦ (બે લાખ બાવનજાર) ની વસ્તી અને અયોદ્ધાની જાગીરોની વસ્તી ૨૫૦૦૦૦ માણસની છે વાર્ષીક ઉપજ સુમારે ૩૧૦૦૦૦૦૦ (દશલાખને) આશરે થાય છે. તેમાંથી ૧૩૦૦૦ ઈગ્રેજ સરકારને લશ્કરના ખરચ બદલ આપે છે. અને ૨૬૦૦૦ રાજા રણજીતસીંગના ભાઈ વિક્રમસીંગ અને સુચેતસીંગને આપે છે. આ સિવાય રૂ૮૦૦૦૦૦ અને ધ્યાની જાગીરોના આવે છે. દેશનું સ્વરૂ૫–મુલકને કેટલોક ભાગ ડુંગર તથા ઝાડીવાળો છે અને કેટલાક સપાટ છે તેમાં ઘઉ, બાજરી, જુવાર, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ નીપજે છે. લોક–સીખ, રજપૂત, અને પરચુરણ જાતના હિંદુ તથા મુસલમાન છે. ભાષા ઘણું કરીને હિંદી છે. નદી–સતલજ અને વ્યાસ નામની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy