SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૦) આ રાજાએ ઈ.સ.૧૮૫૭ના બળવામાં અંગ્રેજ સરકારને સારી મદદ કરી હતી. આ નોકરીની બદલામાં તેને જે જાગીર તેના બાપને જીવતા સુધીને માટે આપી હતી અને તેનો બાપ મરી ગયો ત્યારે લઈ લીધી હતી તે અયોધ્યાની બે જાગીરો જેની અડધી ઉપજ ઈગ્રેજ સરકારને આપવી એવી સરતે આપી. ઈ. સ. ૧૮૫૯ ઈ. સ. ૧૮૬૨ માં રાજાને દતક લેવાનો હક મળ્યો. ઈ. સ. ૧૮૬૪માં રાજાને સ્ટારઓફ ઇંડીયાના નાઈટનો માનવતો ખિતાબ આપવામાં આવ્યો. ઇ. સ. ૧૮૬૯માં રણધીરસીંહ બહાદુર જી. સી. એસ. આઈ. ઈગ્લાંડમાં મુસાફરી કરવા ગયા પણ પાછા આવતાં ઈ. સ. ૧૮૭૦ના એપ્રિલ માસમાં એડન શહેરમાં મરણ પામ્યા. તેની પછી તેનો મોટો છોકરો કરકસીંગ ગાદીએ બેઠો. તે વખતે તેમની ઉમર ૨૧ વરસની હતી. તે ઘણું અશક્ત હતા તેથી ઈ. સ. ૧૮૭૫માં રાજ્યકારભાર ચલાવવાને જાલંધર વાબના કમિશનરના હાથ નીએ એક ઇગ્રેજી અમલદારને સુપ્રીડન્ટ નીમવામાં આવ્યો હતો. રાજા કરકસીંગ ઈ. સ. ૧૮૭૬માં પ્રીન્સ ઓફ વેલ્સને માન આપવા પંજાબ ગયા હતા. ઈ. સ. ૧૮૩૭ના સપ્ટેમ્બર મહીનામાં રાજા કરકસીંગ મરણ પાયા. તેમની પછી તેમને કુંવર જગતસીંગ ગાદીએ બેઠો. તેમની ઉમર તે વખતે ૬ વરસની હતી હજહાઈનેસ રાજા જગતસીંગ બહાદુરને હલકા દરજાની સત્તા છે. અને ૧૧ તોપનું માન મળે છેઅહીંના રાજ્યકતાને દત્તક લેવાની સનંદ છે. આ રાજ્યના લશ્કરમાં ૪ કીલ્લાપરની તોપ ૯ લડાઈની તોપ, ૧૮૬ ઘોડેસ્વાર, ૯૨૬ સ્વાદળ, અને ૩૦૩ પોલીસ છે. 1 કપૂરથલા–એ રાજધાનીનું શહેર છે. તે બીયાસ નદીના ડાબા કીનારાથી આઠ માઈલ છેટે છે. વસ્તી ૧૫૦૦૦ માણસની છે. તેમાં ૮૦૦ મુસલમાન અને ૫૦૦૦ હિંદુ અને બીજા પરચુરણ છે. આ શહેરથી જાલંધર સુધી સડક છે. તે જાલંધરથી ૧૧ માઈલ છેટે છે. કપૂરથલા કરતારપુર રેલવે સ્ટેશનથી શા માઈલ અને સુલતાનપુરથી ૧૬ માઇલને છેટે છે. સરદાર જસાસગે આ રાજ્ય ઈ. સ. ૧૭૮૦માં સ્થાપ્યું ત્યારથી એ રાજધાનીનું શહેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy