SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૧ ) આપ્યો હતો . તે ચાંદ પહેરતી વખત રાવશ્રીએ સદરહુ મહેલમાં એક મોટો દબદબા ભરેલો દરખાર ભા હતો. એજ સાલમાં મારાણીના શાહજાદા ડયુક એક્ એડીનબરોની મુંબાઇ જઈ મુલાકાત લીધી અને તે શાહજાદાના નામથી દોઢલાખ રૂપીઆ ખરચ કરી વાલેકન્ડ” હાઈકુલ સ્થાપી તથા મહારાણીના વડા શાહાાદા પ્રીન્સઆવેલ્સ સાથે ઈ. સ. ૧૮૭૫ માં મુંબાઈ જઇ તેમની મુલાકાત લીધી અને તેની યાદગીરી રાખવા માંડવી બંદરમાં પુરજો બાંધવા પાયો નાંખ્યો. એ પુરજાના કામમાં બે લાખ રૂપીચ્યા ખરચ થયા. tr રાવશ્રીએ પોતે ચૌત્રા તથા સુવર વગેરૅ ૪૫ ઘાતકી જાનવરોના શિકાર કીધા હતા. પોતે ઈંગ્રેજી સારી રીતે લખી વાંચી જાણતા હતા. તેમણે રાજ્યમાં એટલાબધા સુધારા કીધા છે કે જો તે લખીએ તો એક મોટું પુસ્તક ભરાઈ જાય. પોતે વર્તમાનપત્રા અને પુસ્તકો વાંચવા ઉપર બહુ પ્યાર રાખતા હતા. રાવશ્રી પ્રાગમલજી તા. ૧ લી જાન્યુમારીસને ૧૮૭૬ ના રોજ પોતાની ૩૭ વરસની ભર જીવાનીમાં મરણ પામ્યા. તેમણે પોતાની પાછળ પાટવીકુંવર શ્રી ખે ંગારજી બીજા કુંવર કરણ જી અને કુંવરીશ્રીબાઈ રાજબા જેમને બિકાનેરના મહારાજા ડુંગસિંહજી સાથે પરણાવેલાં છે એટલાં ફરજંદ મુક્યાં. વડા કુંવરશ્રી ખેંગારજીને તા. ૩ જાન્યુઆરી સને ૧૮૭૬ ના રોજ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખત તેમની ઉંમર ફક્ત ૯ વરસની હતી તેથી મહારાજા રાવશ્રી પ્રાગમલજીએ પોતાના મરણ પેહેલાં રાજ્યનો વહિવટ કેવી રીતે ચલાવવો તે વિષે બૅંક વીલ કર્યું હતું. તે પ્રમાણે ઈંગ્રેજ સરકારે કચ્છના પોલિટિકલ એજઢ, દિવાન, રાણાશ્રી જાલમસીંહજી, માધવલાલ બાપુજી અને રવ હીરાચંદ એમને મેમ્બર હરાવી રીજન્સિ કારભાર ચલાવા માંડ્યો. તથા રાવશ્રી ખેંગારજીને ઈંગ્રેજી વિગેરે અભ્યાસની કેળવણી ઞાપવા માંડી, દિવાનની જગાએ રાવબહાદૂર મણીભાઈ જસભાઇની નીમણોક થઇ. રાજકતા રાવશ્રી ખેંગારજીને કેળવણી આપવામાં અને રાજ્યને સારીપેઠે સુધારવામાં મા દિવાને ઘણું લક્ષ આપ્યું હતું. સને ૧૮૮૦ ની સાલમાં મુંબાઈ સરકારે દિવાન રાવબહાદુર મણીભાઈ જસભાઈને દિવાન પદ છોડાવ્યું મનેતે જશાપર રાવબહાદુર નંદશંકર તુળજાશંકરની નામનોક કીધી. તેમજ રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy