SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૦) રાવ દેશલ જી ઈ.સ. ૧૮૬૦ ની સાલમાં મરણ પામ્યા. તેમને બે કુંવર અને એક કુંવરી હતી. તેમના પછી વડા કુવર પ્રાગમલજી ગાદીએ બેઠા અને બીજા કુંવર હમીરજીને તેરા પ્રગણું ગરાસમાં મળ્યું. કુંવરી ખાઇ સાહેબને ઇડરના મહારાજા જવાનસિંહજી સાથે પરણાવ્યાં હતાં. જે વેળા રાવ પ્રાગમલજી ગાદીએ બેઠા તે વેળા તેમની ઉમર ૨૨ વરસની હતી. તેમના પીતાના વખતથી દિવાન બિહારીલાલ હતા; પરંતુ ઇ. સ. ૧૮૬૧ની શરૂઆતમાં તે ભરતપુર ગયા તેથી તેમના પછી માતીલાલ જીવણદાસને એંટીંગ દિવાન નીમ્યા અને તેમના પછી મહેતા વલ્લભજી લાધાને કાયમ દિવાન ખનાવ્યા. માહારાજા રાવશ્રી પ્રાગમલજીને યાં ઝાલારાણીશ્રી નાનીબાએ પાટવી કુમારશ્રી ખેંગારજીને સંવત ૧૯૨૩ ના શ્રાવણવદી ૧૩ (ઈ. સ. ૧૮૬૭)ના રોજ જન્મ આપ્યો. સને ૧૮૮ ની સાલમાં રાવશ્રીએ મેહેતા વલ્લભજી લાધાને દિવાન ગીરી ઉપરથી ખસેડી ખાનબહાદુર કાજી શાહાબુદ્દીનને દિવાન બનાવ્યા; જ્યારે કાજી સાહેબ કચ્છ દર્ખારના કામે વિલાયત ગયા ત્યારે તેમની જગાનું કામ રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મહેતા ઈશ્વરલાલ ઓચ્છવરામ અને મોતીરામ દલપત્તરામે ચલાવ્યું હતું. કાજીસાહેબ વિલાયતથી પાછા આાવ્યા અને ઇ. સ. ૧૮૭૪ ના ફેબ્રુઞારી માસમાં તે વડોદરે ગયા ત્યાં સુધી તેમણે કચ્છમાં દિવાનગીરી કીધી. તેમના વડોદરે જવા પછી થોડી મુદતે રાવસાહેબ કૃષ્ણાજી લક્ષ્મણને દિવાન ખનાવ્યા. રાવશ્રી પ્રાગમલજી પોતે કેળવાયલા તથા અનુભવી હતા અને વળી તેમના વખતમાં જે જે દિવાન થયા તે પણ સારા અનુભવી હતા તેથી તેમના રાજ્યના વખતમાં કચ્છનો નવો કાયદો રચાવ્યો. પ્રગણાં ખાંધી તેના વહિવટદારો હરાવ્યા, કેળવણી તથા વૈદકખાતાને તેજ પર માણ્યુ. અને ઈંગ્રેજી રીત પ્રમાણે પોલીસ કરી. રાજ્યમાં ઠેકાણે ઠેકાણે ન્યાયાધિશ હરાવ્યા. ચાડવા ડુંગરમાં “પ્રાગસર” તળાવ બંધાવ્યું. વળી નવી તુ. ર્ગ અને શરદબાગ બનાવ્યા. તેમણે એક મોટો અને રમણિક મહેલ અંધાવ્યો જેનું નામ “પ્રાગમલ” મેહેલ એવું રાખ્યું છે. સને ૧૮૭૧ ની સાલમાં (સંધત ૧૯૨૭ ના શ્રાવણ વદી ૧૦ ના રોજ બીજા કુમારશ્રી કરણજીનો જન્મ થયો. એજ સાલમાં ૧૯૭૧ માં રાવશ્રી પ્રાગમલજીને ન!મદાર પ્રેજસરકારે “નાઇટ ગ્રેન્ડકમાન્ડર સ્ટાર આફ્ ઇંડીગ્માનો ખિતાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy