SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત છે; પણ તેને સુંદર રૂપ આપનાર, તેને સ્વચ્છ કરીને તેમાં ઉચ્ચ સાહિત્ય લખી તેને લોકપ્રિય બનાવનાર તે મહાત્મા બંકિમચંદ્રજ છે; જેથી બંગાળી લેકે બંગાળી સાહિત્યમાં બંકિમને સૌથી ઉંચું સ્થાન આપે છે. બંકિમના હાથમાં પડીને બંગાળી ભાષાએ નવું જ રૂપ ધારણ કર્યું છે. જે સુંદર ભાષામાં હાલ બંગાળીઓ પિતાનું સાહિત્ય વધારી રહ્યા છે અને બંગાળી લેખકે જેમનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે તે ભાષા બંકિમેજ રચેલી છે. આવિષે જગપ્રસિદ્ધ કવિવર રવીંદ્રનાથ ઠાકુર • “સાધના” પત્રમાં લખે છે કે અમારી બંગાળી ભાષા માત્ર એકતારાની પેઠે એક તારથી બંધાયેલી હતી. ફક્ત સહજ “સૂરમાં ધર્મસંકીર્તન કરવાના ઉપયોગમાંજ તે આવતી. બંકિમે પોતાના હાથે તેમાં એક એક તાર ચઢાવીને આજ તેને વીણાનું રૂપ આપી દીધું તેથી પહેલાં જેમાંથી માત્ર સ્થાનિક ગ્રામ્ય સૂરજ વાગતું હતું, તેમાંથી આજ વિશ્વસભામાં સંભળાવવાયોગ્ય ધ્રુપદની કલાવતી રાગિણી ગાઈ શકાય છે. x x x માતૃભાષાનું વંધ્યત્વ ટાળીને જેમણે તેને એવી ગૌરવશાળી બનાવી છે, તેમણે બંગાળીઓ ઉપર કેટલે મહાન અને ચિરસ્થાયી ઉપકાર કર્યો છે, એ વાત પણ જો કોઈને સમજાવવાની જરૂર હોય તે તેનાથી વધારે દુર્ભાગ્ય બીજું હોઈ શકે નહિ.” - બંકિમ બાબુના લગભગ બધા બંગાળી ગ્રંથના અનુવાદ ગુજરાતી, હિન્દી તેમજ મરાઠીમાં થઈ ચુક્યા છે અને તેથી તે તે ભાષાને વાચકવર્ગ બંક્તિ બાબુના પ્રગાઢ પાંડિત્ય, ગંભીર સંશોધન શક્તિ, અપ્રતિમ કલ્પના અને લેખનપદ્ધતિથી પરિચિત થયેલ છે. એટલે વિશેષરૂપે બતાવવાની જરૂર નથી કે સાહિત્યસમ્રાટું બંકિમ બાબુનું સ્થાન સમગ્ર ભારતમાં પણ કેટલું ઊંચું છે. બંકિમબાબુના સમકાલીન, સહયોગી, ઉત્તમ લેખકોમાં મેઘનાદવધ કાવ્યના રચનાર બાબુ મધુસુદન દત્ત; નીલદર્પણ નાટકના લેખક સુવિ બાબુ દીનબંધુ મિત્ર; લાસીનું યુદ્ધ, પ્રભાસ, રેવતક, કુરુક્ષેત્ર, બુદ્ધ વગેરે ગ્રન્થરત્નોના લેખક પ્રતિભાશાળી કવિ બાબુ નવીનચંદ્ર સેન, શ્રેષ્ઠ લેખક બાબુ હેમચંદ્ર બેનરજી, શ્રેષ્ઠ સમાલોચક ચંદ્રનાથ વસુ અને અક્ષયકુમાર દત્ત; એ મુખ્ય હતા. એ વિદ્વાનોએ પણ પોતાની માતૃભાષાને જે શ્રેષ્ઠ ગ્રંથરત્નો ભેટ કર્યા છે તે પણ બંગાળી સાહિત્યની અમૂલ્ય અને ચિરસ્થાયી સંપત્તિ છે. - બંકિમ બાબુ પછી તેમનું સ્થાન તે નજ પૂરાયું પણ બાબુ રવીન્દ્રનાથ ઠાકુર અને કિજેન્દ્રલાલ રેયે તેમની ઘણું ખરી ખોટ પૂરી પાડી છે. બંકિમચંદ્રને ક ગ્રંથ કયારે પ્રગટ થયું તેનું નીચે એક સૂચીપત્ર આપવામાં આવે છે, જેથી વાચકોને તેમના ગ્રંથની પ્રથમવૃત્તિને વખત અને બંકિમના જીવનપર્યત તેની કેટલી આવૃત્તિ નીકળી હતી તેની સંખ્યા માલમ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy