SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત કેટલા દિવસની વાત છે તે બરાબર યાદ નથી. હું તે વખતે બાળકજ હતું. તે દિવસે ત્યાં મારે અનેક યશસ્વી લોક સાથે સમાગમ થયે હતા. તે પંડિત મંડળીની વચ્ચે એક સીધા ઉંચા શરીરના, ગરા, કૌતુકથી પ્રફુલ્લ મુખવાળા, ચંપલ પહેરેલા અને બંને હાથ બગલમાં ઘાલેલા પ્રૌઢ પુરુષ ઉભા હતા. દેખતાંજ મને તેઓ બધાથી જુદા પડતા આમનિમગ્ન જેવા લાગ્યા. બીજા બધા સામાન્ય માણસો લાગતા હતા, ત્યારે તેઓ એકલાજ શ્રેષ્ઠ માણસ જેવા લાગતા હતા. તે દિવસે બીજા કોઈને ઓળખવાનું મને કાતુહલ ન થયું, પણ તેમને જોઈને તે હું, મારે. સાથી અને બીજો એક બાળક બહુ આતુર થયા. ખબર કાઢતાં માલમ પડયું કે તેઓ જ અમે જેનાં દર્શનની ઘણું દિવસથી ઈછા કરતા હતા તે લેકવિશ્રત બંકિમચંદ્ર ચટઈ છે.” બંકિમ બાબુની લખવાની રીત જરા વિચિત્ર હતી. તેઓ પાકા પૂઠાની ચોપડીમાં વાર્તાનું બેખું તૈયાર કરીને લખવા બેસતા. દરેક પ્રકરણની મોટી મોટી વાતો સવારે નક્કી કરી લેતા; જેમકે-ક્યા ક્યા બનાવોનો સમાવેશ થશે–ક્યાં કયાં સ્ત્રી પુરુષ પાત્રો આવશે વગેરે. પણ તે નક્કી કરેલો નિયમ વારંવાર ફરતો હતે. એટલે સુધી કે એક બે પ્રકરણ કાઢી નાખવામાં આવતાં, તે બે એક પ્રકરણ ફેરવાઈને નવું રૂપ પણ ધારણ કરતાં. બીજો કોઈ પણ ગ્રંથકાર કદાચ આટલી કાપકુપ અને આટલું પરિવર્તન નહિ કરેતો હોય–આવી રીતે સંપૂર્ણ લખેલાં આખાંનાં આખાં પ્રકરણ ઉડાવી દેતો નહિ હોય. શચીશબાબુ આ સંબંધમાં લખે છે કે-“મેં કેટલાય ખાસ ગ્રંથકારોની હસ્તલિખિત પ્રતો જોઈ છે. મારા સસરા બાબુ દામોદર મુખોપાધ્યાય કદી એક લીટી પણ ફેરવતા ન હતા; રમેશ બાબુ લખેલું ઓછું નહતા કરતા પણ વધારતા હત; હેમચંદ્ર બેનરજી બહુજ ઝડપથી લખતા હતા અને છેવટે થોડો ઘણો ફેરફાર કરતા હતા અને માત્ર બંકિમચંદ્રજ સારી પેઠે ફેરફાર કરતા હતા. લખતી વખતે પણ તેઓ ફેરફાર કરતા, બીજે દિવસે પણ કરતા, અને છ મહીના, વર્ષ તથા બે વર્ષ પછી પણ કરતા હતા. જ્યાં સુધી લેખ તેમની રચિ અનુસાર હેતે બની રહે ત્યાં સુધી તેમને સંતોષ નહેાતે વળતે; અને ત્યાં સુધી તેઓ યોગ્ય ફેરફાર કર્યેજ જતા. એકાદ બાબત અથવા તે ભાવને ખાતર અટલે વખત ગાળતાં મેં બીજા કોઈને નથી જોયા.” જયાંસુધી તેઓ સરકારી કામ કરતા હતા ત્યાંસુધી તો તેઓ અમુક સમયેજ લખતા હતા, પરંતુ સરકારી નેકરીમાંથી પેન્શન લીધા પછી તે બંકિમબાબુ બધો વખત થોડું ઘણું લખ્યા કરતા. રાત્રે જાગીને લખવાની ટેવ ધીમે ધીમે તેમણે છોડી દીધી હતી. સવારે, બપેરે, ત્રીજે પહોરે, સાંજે-જ્યારે પણ વખત મળો ત્યારે કંઈ ને કંઈ તેઓ લખતા. ઘેડ પણ વખત નકામો જવા દેતા નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy