SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત “મધુસૂદન દત્તનું પદ્યમાં જે સ્થાન છે તે જ સ્થાન ગદ્યમાં નવી લેખનશૈલીના પ્રવર્તક અને નવા ભાવના પ્રકાશક બંકિમચંદ્રનું છે. કલ્પનામાં, ઉજજવળ વર્ણનમાં, વિચારશક્તિમાં અને વર્ણનચાતુર્યમાં મધુસૂદન દત્ત અને બંકિમચંદ્ર ચટજી આ સદીના બીજા લેખકે કરતાં કેટલાય ઉચ્ચતર કોટિના છે. કવિ મધુસૂદનદાની કલ્પનાએ વધારે ઉંચી અને શ્રેષ્ઠ છે તે નવલકથાલેખક બંકિમની કલ્પનાઓ વધારે જદી, વધારે મનોરંજક અને આપણું કોમળ ભાવો પર વધારે અસર કરે તેવી છે.” પ્રદીપ” માસિકના પહેલા અંકમાં સ્વર્ગસ્થ ચંદ્રનાથ વસુએ લખ્યું હતું કેપણ ત્યાંસુધી મેં બંકિમબાબુને જોયા ન હતા. જોયા વિના બધા લોકો સામાન્ય રીતે જે પ્રમાણે કરે છે તે પ્રમાણે હું પણ મને મન તેમના સ્વરૂપ અને મૂર્તિની કલ્પના કરતે હતે. બંકિમ બાબુને જેમણે જોયા હતા તેમાંથી કે કોઈ મને કહેતા કે –“બંકિમના ચહેરામાંથી બુદ્ધિ વરસે છે.” પણ જ્યારે મેં તેમને જોયા તો તે પેલી કલ્પિત મૂર્તિ શરમાઈને કોણ જાણે કયાંય સંતાઈ ગઈ ! આજથી ૨૨-૨૩ વર્ષ ઉપર એક વખત કલકત્તામાં અંગ્રેજી ભણેલા પુરુષોના કૅલેજ રિયુનિયન ( સ્નેહ સંમેલન ) નામક વાર્ષિક ઉત્સવમાં હું ગયો હતો. કૃષ્ણચંદ્ર બેનરજી, રાજંદલાલ મિત્ર, મારીચરણ, ખારીચંદ્ર, રામશંકર, ઈશ્વરચંદ્ર, બંકિમચંદ્ર વગેરેનો પેઠે “હું પણ એક કોલેજને ગ્રેજ્યુએટ છું. હું પણ તેમના જેવો છું.” એવી આત્મબેલાધાના ભાવથી હું ત્યાં ગયો હતો. મને વિશ્વાસ છે કે મારી માફક એવાજ અભિમાનપૂર્વક ઘણું ખરા માણસે ત્યાં જતા હતા. પરસ્પર સદ્દભાવ પેદા કરવાને અને બંધુભાવને પ્રચાર કરવાને ઉદ્દેશ તે બહુ ડાન્ય માણસને હતોહું તે સમયના કોલેજ રિયુનિયન ઉત્સવને સહાયક મંત્રી હતા અને રાજા સૌરીંદ્રમોહન ઠાકર મંત્રી હતા. મંત્રી મહાશયના મોટાભાઈના મરત-કુંજ નામના પ્રસિદ્ધ બાગમાં ઉત્સવસ્થાન હતું. હું મહેમાનોનું સ્વાગત કરતો હતો તેટલામાં એક વિજળી જેવા માણસે સભામાં પ્રવેશ કર્યો. હું બીજાઓનું જેવી રીતે સ્વાગત કરતે હતો તેજ પ્રમાણે તેમનું પણ સ્વાગત કર્યું. પણ તે જ વખતે કંઈક ગભરાવા લાગ્યો. એક મિત્રને મેં પૂછ્યું કે એ કેણ છે? જવાબ મળ્યો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હું તરતજ તેમના તરફ દોડતો દોડતો ગયો અને કહ્યું હું જાણતો ન હતું કે આપ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. એકવાર પુનઃ હું આપ સાથે હસ્તમિલન કરી શકે ? સુંદર હાસ્ય કરતાં કરતાં બંકિમ બાબુએ હાથ લાંબો કર્યો. જોયું તે હાથ ગરમ હતો. તે ગરમી હજુ સુધી જાણે મારા હાથમાં રહી હોય એમ મને લાગે છે.” જગપ્રસિદ્ધ શ્રીયુત રવિન્દ્રનાથ ઠાકુરે સાધના” પત્રમાં લખ્યું હતું. કે –“એક દિવસે મારા સગા પૂજ્યપાદ શ્રીયુત સૌરદ્ર મોહન ઠાકુર મહદયના નિમંત્રણથી તેમના મરક્ત-કુંજ બાગમાં કોલેજ રિયુનિયન નામનું એક સંમેલન થયું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy