SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત અર દરબાર ભરાયે; પરંતુ તે વખતે બંકિમ બાબુ મરણપથારીએ હેવાથી તેઓ તે દરબારમાં જઈ શકયા ન હતા. ખરેખર, બંકિમચંદ્ર ભારતમાં જન્મ્યા હતા, તેથી જ તેઓ ડેપ્યુટી કલેકટર થઈને અટકી ગયા. તેમણે નવલકથાઓ દેશી ભાષામાં લખી છે તેથી જ તેઓ માત્ર સી. આઈ. ઈ. થઈને રહી ગયા. આ બધે ભારતની માટીનેજ દોષ ! શ્રીમતી મિરિયમ નાઈટ બંકિમકૃત કૃષ્ણકાંતના વિલને અનુવાદ કર્યો હતે. કિસફર્ડ યુનિવર્સિટીના મહા યશસ્વી બુમહાર્ટ સાહેબે તે અનુવાદની જે ભૂમિકા લખી હતી. તેને કંઈક ભાગ નીચે ઉતારવામાં આવે છે. “બંકિમચંદ્ર ચટછે ભારતના નિઃસંદેહ સર્વોત્તમ નવલકથાકાર હતા. બંગાળી લેખનશૈલીને ઉન્નત અને બંગાળી સાહિત્યને રોચક બનાવવામાં તેમણે જે કામ કર્યું છે તે બીજે કોઈ લેખક કરી શકયા નથી. તેમના અનેક દેશબંધુઓનાં નકામાં અને જલદી નાશ પામે એવાં પુસ્તકે ઉપર તેમણે કરેલી સખ્ત સમાલોચનાઓએ અને હિંદુ સામાજીક જીવનના દેશો અને ન્યૂનતાઓના તથા મલિન અને ફાગટિયા હિંદુધર્મથી થતાં અનિષ્ટોના તેમના નિર્ભય દિગ્દર્શને બંગાળી સાહિત્યના ઇતિહાસમાં સખ્ત પરિવર્તન કરી નાખ્યું છે. ” તેઓ પોતે એક સમર્થ લેખક હતા. તેમના ગ્રંથો ઉપરથી જોઈ શકાય છે કે તેમનામાં વર્ણન કરવાની, તેમજ માનવજીવનનાં સ્વાભાવિક ચિત્ર આંકવાની કેટલી અદ્દભુત શક્તિ હતી. એજ કારણથી તેમનાં પુસ્તકો આટલાં બધાં મનોરંજક અને શિક્ષાપ્રદ થયાં છે.” “જીવનના અંતિમ કાળમાં બંકિમચંદ્ર હિન્દુધર્મની સંશોધિત પદ્ધતિના પ્રતિપાલક અને ભગવદ્દગીતાના શ્રેષ્ઠ જ્ઞાનના ઉપદેશકના રૂપમાં દેખાતા હતા.” “બંકિમચંદ્ર માનસિક અને વૈજ્ઞાનિક શોધખોળના સુયોગ્ય પ્રકાશક હતા. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ ઉપર પણ તેમનો સંપૂર્ણ કાબૂ હતું.” પીલાઈ–રિપ્રેઝેન્ટેટીવ ઇન્ડિયન્સમાં લખ્યું છે કે-“ગદ્યરચનાના રાજમાર્ગને છોડીને નવે માર્ગે વળવા માટે બંગાળમાં મધુસૂદન દત્તની જેમ, બંકિમચંદ્ર ચટની પણ મશ્કરીઓ થતી હતી. છિદ્ધ શોધનારાઓ ઉભા થતાં કંઈ વાર લાગતી નથી. તેમાંના ઘણાએ તેમની લેખનશૈલી, રચના, વસ્તુસંકલના અને વિચિત્ર કલ્પનાઓની સખ્ત સમાલોચના કરી તેમને ભલા–બુરા કહ્યા પણ બંકિમચંદ્ર આ બધી તીવ્ર સમાલોચનાઓને પી ગયા. તેમણે તેની કંઈ પણ પરવા ન કરી અને બંગાળમાં ગદ્ય સાહિત્યને નવો યુગ સ્થાપવામાં સફળ થયા.” - સ્વર્ગસ્થ રમેશચંદ્ર દત્ત તેમના “બંગ સાહિત્ય ” નામના કિંમતી પુસ્તકમાં લખ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy