SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ માબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃાાત ૨૭ - - અંતે બંકિમચંદ્રની પેન્શનની અરજી મંજૂર થઈ ગઈ. તેત્રીશ વર્ષ અને એક મહીને નોકરી કરીને સન ૧૮૯૧ માં બંકિમ બાબુએ પેન્શન લીધું. મહીને રૂા. ૪૦૦ ) નું પેન્શન મંજુર થયું. બે વર્ષ ત્રણ મહીના અને ત્રેવીસ દિવસ સુધી એ પેશન તેમણે ભગવ્યું. - બંકિમચંદ્રના પેન્શન લેવા પહેલાં એકવાર એવી વાત ઉડી હતી કે તેમને. જીલ્લા મેજીસ્ટ્રેટ બનાવવામાં આવશે; પણ સિવિલિયનેએ અડચણ નાખવાથી લેફટેટ ગવર્નર સાહેબે આ પ્રસ્તાવ ઉડાવી દીધો હતે. બંકિમ બાબુ કલકત્તાની વિશ્વવિદ્યાલય સભા ( સેનેટ ) ના સભ્ય હતા; પણ તે સભામાં બહુજ ઓછું જતા હતા. જ્યારે જતા હતા ત્યારે કઈ પણ પક્ષમાં સામેલ ન થતાં પિતાનો સ્વતંત્ર અભિપ્રાય આપતા હતા. ખુશામતનું તો તેઓ નામ પણ જાણતા ન હતા. જીવનપર્યત તેમણે કાઈની ખુશામત કરી નથી. જીવનના વચલા ભાગમાં ઈશ્વરની થોડી થોડી ખુશામત કરી હતી. પછીના જીવનમાં તે તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું તન-મન અને જીવન સર્વસ્વ અર્પણ કર્યું હતું. - બંકિમચંદ્ર કેટલાક દિવસ સુધી માછલી અને માંસ ખાવાનું છોડી દઈને હવિધ્યાન્ન જમતા; રામનામી દુપટ્ટો ઓઢતા; શુદ્ધ આચારથી રહેતા અને નિત્ય ગીતા-પાઠ કરતા હતા. પણ જેમણે પચાશ વર્ષ સુધી માંસમછી ખાધું હતું તેમનું શરીર હવિષ્માનથી તંદુરસ્ત ન રહી શકયું. તેઓ માંદા પડી ગયા. છતાં પણ તેમણે કેટલાક વખત સુધી ટેક ન છેડી, પણ ટેક ટકી ન શકી. વૈદ્યના કહેવાથી તેમને છેવટે માંસ-ભજન ચાલુજ કરવું પડયું. પાદરી હેસ્ટી સાહેબે ઉપનામથી પત્ર લખનાર બંકિમ બાબુના લેખ અને. તકકોશલ્યથી વિસ્મિત થઈને તેમને પરિચય કરવા ઇચ્છયું હતું. યુરોપીય પંડિતની મંડળી આગળ તેઓ તેમને ઓળખાવવા માગતા હતા. તે વખતે બકિમ બાબુએ અભિમાનપૂર્વક કહ્યું હતું કે તેઓ અંગત માનના ભુખ્યા નથી. પિતાની જાતિની પ્રશંસાજ તેમને માટે બસ છે. બંકિમ બાબુને સન ૧૮૯૨ માં નવા વર્ષની ખુશાલીમાં “રાવબહાદુર' ને. ખિતાબ સરકાર તરફથી મળ્યો હતે; પણ આ ખિતાબ બંકિમચંદ્રની યોગ્યતાના પ્રમાણમાં બહુ જ નજીવો હતો. જે ખિતાબ પોલિસ ઈન્સ્પેકટર યા શાળાના શિક્ષકે. પણ મેળવતા હતા તે ખિતાબ બંકિમચંદ્ર જેવા ગુણવાન અને યશસ્વી પુરુષને ગ્ય કદી ન હોઈ શકે. તે વખતે આ વિષે થોડી ચર્ચા પણ ચાલી હતી. પૂર્વોકત ઉપાધિ મળ્યા બાદ સન ૧૮૯૪ માં નવા વર્ષની ખુશાલીમાં બંકિમ બાબુને સી. આઈ. ઇ. ને ખિતાબ મળ્યો હતો. ૨૧ મી માર્ચને દિવસે ઈનવેસ્ટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy