SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ૧૫ વધતી ગઈ તેમ તેમ તેમના હૃદયમાં ધર્મભાવ પણ વધતો ચાલ્યો હતો. એક સમયે તેમની માટી પુત્રી પ્રસવવેદનાથી અત્યંત દુઃખી થઈ રહી હતી, ત્યારે બંકિમ બાબુએ ઠાકુરમંદિરમાં પદ્માસનથી બેસીને ઉંડા હદયથી પ્રભુ પાસે તે દુખ ટાળવાની પ્રાર્થના કરી હતી. એકપ્રસંગે તેમના ઘરમાં એક બાળક એક કઠિન રોગથી પીડાઈને અત્યંત દુઃખી થતું હતું ત્યારે પણ બંકિમબાબુએ મોડી રાત સુધી જાગીને ભગવાનની આગળ પ્રાર્થના કરી હતી અને છેક પાછલી રાત્રે સુતા હતા. એ પછી સવારે ઉઠતાં જ તેમણે ભગવાનની મૂર્તિનું ચરણોદક લાવીને બાળકના મસ્તકપર લગાવ્યું હતું; અને બાળકનો રોગ જલદી મટી ગયો હતો. આ બનાવ પછી બંકિમબાબુના હૃદયમાં ધર્મભાવની જડ પાકી જામી ગઈ અને ભકિતનું ઝરણું ખુલી ગયું. પ્રૌઢાવસ્થામાં એ ઝરણાએ એક નાની સરખી નદીનું રૂપ લીધું હતું, અને તે પછીના જીવનમાં તે નાની નદી વિશાળ તરંગમયી ગંગારૂપ બની ગઈ હતી. એક ઘટનાનું વર્ણન કરવાથી પાઠકગણને એ બાબતનો પરિચય થશે. દેહ છૂટવા પહેલાં ત્રણ ચાર વર્ષ અગાઉ એકવાર બંકિમબાબુ બહુજ બિમાર પડી ગયા હતા. વ્યાધિ એ વિચિત્ર હતો કે તેમાં જવર યા બીજી કઈ પીડા ન હતી; પણ દાંતમાંથી લેહી વહ્યા કરતું હતું. થોડું નહિ પરંતુ પાશેર પાશેર સુધી લેહી કેટલીક વાર વહી જતું હતું. ઘરનાં માણસોએ એક જાણીતા યુરોપીઅન ડોકટરને તેડાવ્યા. સાહેબ આવ્યા. તેમની જાણમાં આવ્યું કે બંકિમબાબુ દરરોજ બહુ વાર સુધી ગીતાનો પાઠ કરતા રહે છે. ડોકટરે કહ્યું કે ગીતાપાઠ બંધ કરવો પડશે અને વાતચીત પણ બહુજ ઓછી કરવી જોઈએ. બંકિમબાબુ એ સાંભળીને હસી પડયા. તેમનું એ હસવું વ્યંગનું અથવા અહંકારનું ન હતું, પરંતુ ધર્મભાવજન્ય વિશુદ્ધ આનંદનું હતું. તેમના અડગ ધર્મવિશ્વાસનું એ હસવું હતું. સાહેબ દવાને નુસખો લખી આપીને ચાલ્યા ગયા. ઘરનો કર તે પ્રમાણે દવા લઈ આવ્યું. દવાની શીશી બંકિમબાબુની આગળ મૂકવામાં આવી; પરંતુ તેમણે તે શીશી ખેલીને બધી દવા પીકદાનમાં નાખી દીધી, અને ખૂબ હસી લઈને પછી ઉચ્ચ સ્વરથી ગીતાપાઠ ચાલુ કરી દીધું ! ઘરનાં માણસોને તેમના માટે વધારે ચિંતા થવા લાગી અને બીજા લેકેએ પણ તેમને ગીતાપાઠ છેડાવવાની બહુ કોશિશ કરી, પરંતુ તેમણે છેવટ સુધી ગીતાને પાઠ બંધ કર્યો નહિ. એક દિવસે ડોકટર મહેન્દ્રલાલ સરકાર તેમને જોવા આવેલા તેમણે પણ બહુજ સમજાવ્યા, પરંતુ બંકિમ બાબુ એ વિષયમાં તેમને કંઇ પણ ન કહેતાં કેવળ હસતાજ રહા છેવટે કટરે ખીજાઈને કહ્યું “તમે આત્મહત્યા કરી રહ્યા છે.” બંકિમે કહ્યું “કેવી રીતે ?” ડો. સરકાર જે દવા ખાય નહિ તે વૃથા પિતાને જીવ ગુમાવે છે. બંકિમઃ-કેશુ કહે છે કે હું દવા નથી ખાતો? . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy