SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ડૉ. સરકાર–ખાઓ છો? તમારી દવા કયાં છે? બંકિમે અગિળીવડે ગીતાનું પુસ્તક બતાવ્યું. “તમને સમજાવવાનો પ્રયત્ન વૃથા છે.” એમ કહીને ડોકટર ચાલ્યા ગયા. એ પછી બંકિમબાબુને રોગ થડા દિવસ સુધી તે એટલો વધ્યો કે જીવવાની આશા પણ રહી ન હતી; પરંતુ પછી ધીરે ધીરે ગીતાપાઠથીજx સાજા થઈ ગયા! આવા બનાવો ઉપરથી કહી શકાય છે કે તેમના હૃદયમાં ભકિતભાવરૂપી નદી મહાન વેગવાળી ગંભીર ગંગારૂપ બની ગઈ હતી. એ ભકિત ગંગાની લહેરમાંથી જ આપણને કૃષ્ણચરિત્ર અને ધર્મતત્ત્વ જેવાં ગ્રંથરત્ન વાંચવા મળ્યાં છે. સાથે એવા બનાવો ઉપરથી એવું પણ શિક્ષણ મળે છે કે જ્યાં સુધી માણસનું ધર્મ જ્ઞાન સ્વ૫ અથવા અધુરું હોય છે ત્યાં સુધી તે તે અહંકાર ને નાસ્તિકતાજ ઉત્પન્ન કરે છે, અને પછી જેમ જેમ એ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ માનવહૃદય નિરભિમાન અને આસ્તિક બનતું ચાલે છે. - બંકિમ બાબુ હુગલીમાં પાંચ વર્ષ રહ્યા એ દરમીયાન તેમને પ્રતિષ્ઠા અને ધન પૂરતાં પ્રાપ્ત થયાં. હુગલીના કલેકટર સાહેબ આખા જીલ્લાનું કામ બંકિમ બાબુ ઉપર નિશ્ચિતપણે મૂકતા હતા. ડિવીઝન કમિશ્નરે બંકિમચંદ્રના કામથી ખુશ થઈ તેમને પિતાના ખાસ મદદગાર (પર્સનલ એસિસ્ટંટ) બનાવ્યા હતા. લેફટનંટ ગર્વનર એડન સાહેબે બંકિમ બાબુની ભલામણથી તેમના નાનાભાઈ પૂર્ણચંદ્રને ડેપ્યુટી કલેકટરનું પદ આપ્યું હતું. પુસ્તકાના વેચાણની પણ ઠીક આવક થતી હતી. તેમનું વહાલું બંગ દર્શન પાછું ફરીથી નીકળવા માંડયું હતું. કમલાકાંતના પત્ર, રાજસિંહ, મુચીરામ ગાંડનું જીવનચરિત્ર, કમલકતની જુબાની, આનંદમઠ, વગેરે ગ્રંથો એક પછી એક લખાતા ગયા અને બંગદર્શનમાં પ્રગટ થતા ગયા. બંગદર્શનમાં “આનંદમઠ' પ્રગટ થયા પહેલાં થોડા દિવસે બંકિમબાબુ હુગલી છોડીને આવ્યા હતા. બંકિમ બાબુ સરકારી નોકરતરીકે પણ કેવા નિડર અને મજબૂત મનના હતા તે નીચલો બનાવ દર્શાવી આપે છે. - ઈ. સ. ૧૮૮૧ માં બંકિમ બાબુની નોકરી હાવરામાં હતી. એ સમયે મિ. બેકલેંડ કરીને કલેકટર હતા. એ સાહેબ બંકિમ બાબુ ઉપર બહુ નાખુશ રહેતા; કેમકે બંકિમ બાબુ પોલીસે ચલાવેલા કેસમાં આરોપીઓને મોટે ભાગે છેડી દેતા હતા. આવી એક ઘટનાની હકીક્ત નીચે આપવામાં આવે છે. એક પ્રસંગે હાવરા મ્યુનિસિપાલિટીએ અંગ્રેજીમાં નેટીસ કાઢી કે કોઈએ પણ કામ્યુસ્ટીબલ પદાર્થોથી પિતાનું ઘર છાવવું નહિ, નહિ તે સજા કરવામાં આવશે. આ * શ્રદ્ધાવાન ભક્ત હદય આવી રીતે પણ આરોગ્ય પ્રાપ્ત કરી શકે, એમાં કંઈજ સંશય નથી. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy