SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત બંગદર્શન નીકળ્યા બાદ એકવાર બંકિમ બાબુને સ્વર્ગસ્થ રમેશચંદ્ર દત્ત મળ્યા હતા. તેઓ કદાચ બહેરામપુરમાંજ મળ્યા હતા. રમેશ બાબુએ બંગદર્શન અને કપાલકુંડલા વાંચીને ખુશ થઈને કહ્યું હતું કે-“મને પહેલાં આવી ખબર ન હતી કે બંગાળી ભાષા આટલી ખૂબીપૂર્વક લખી શકાય છે. તેના જવાબમાં બંકિમે કહ્યું હતું કે “બંગાળી ભાષાના સાહિત્ય ઉપર તમને આટલો બધો પ્રેમ છે તે તમે પણ બંગાળીમાં શામાટે લખતા નથી ?” રમેશ બાબુએ કહ્યું-“હું તે બંગાળીમાં શું લખીશ ! મેં જીવનભરમાં કદિ પણ બંગાળી લખ્યું નથી. લખવાની રીત પણ હું જાણતા નથી.” બંકિમે કહ્યું–“લખવાની રીત વળી કેવી ? તમારા જેવા શિક્ષિત પુરુષ જે પ્રમાણે લખશે તે જ રીત બની જશે.” થોડા દિવસ પછી બંકિમ બાબુએ ફરીથી એક પ્રસંગે રમેશબાબુને કહ્યું હતું “તમારી અંગ્રેજી રચના કદી સ્થાયી નહિ થઈ શકે. બીજા લેકે તરફ જુઓ. તમારા કાકા ગોવિંદચંદ્ર, શશીચંદ્ર અને મધુસૂદન દત્તની બંગાળીમાં લખેલી કવિતાઓ કદી નાશ પામશે નહિ. જ્યાંસુધી બંગાળી સાહિત્ય રહેશે ત્યાંસુધી તે અમર રહેશે.” આ વાતચીતને બે વર્ષ થયા પછી રમેશ બાબુની અંગવિજેતા’ નામની નવલકથા પ્રગટ થઈ. ત્યાર બાદ માધવીકંકણ, સમાજ, સંસાર, રાજપૂત-જીવનસંધ્યા વગેરે જે ઉત્તમોત્તમ પુસ્તકે તેમણે પ્રગટ કર્યા છે, તે સહજમાં નાશ થાય તેવાં નથી, ત્યારે તેમની લેઝ ઓફ એન્શિયંટ ઈન્ડિયા” (પ્રાચીન ભારતનાં પદે) ભૂલાતી જાય છે. “ચેરી બ્લેસમ” અને શશીદત્તની “વીઝન ઓફ સુમેર” (સુમેરુનું દશ્ય) તો લુપ્ત પણ થઈ ગયાં છે. મધુસૂદન દત્તની પ્રીવ લેડીનું પણ હવે કોઈ નામ નથી લેતું, પણ “મેઘનાથ વધ” વાળી તેમની કૃત અમ્મર થઈ ચુકી છે. - બંકિમે પણ “રાજમોહનની પત્ની નામની એક વાર્તા અંગ્રેજીમાં લખી હતી; પણ તે પૂર્ણ કરવા પહેલાં જ તેમને પોતાની ભૂલ સમજાઈ જવાથી તેમણે તે પડતી મૂકી હતી અને દુર્ગેશનંદિની લખવી શરૂ કરી હતી. ‘બંગદર્શન” ઈ. સ. ૧૮૭૫ સુધી પૂર્ણ તેજથી ચાલતું હતું. બગદર્શનને હિસાબકિતાબ બંકિમના પિતા યાદવચંદ્ર રાખતા હતા. તેમના ભાઈ સંજીવચંદ્ર છપાઈના કામપર દેખરેખ રાખતા હતા; અને બંકિમ બાબુ સંપાદનનું કામ કરતા હતા. સન ૧૮૭૬ ના માર્ચ મહીનામાં બંકિમબાબુની હુગલીમાં બદલી થઈ. કાંટાલપાડાથી હુગલી બહુ પાસે છે. એક કલાકને પણ રસ્તો નહિ હેય. બંકિમબાબુ ઘેર રહીને જ ત્યાં કામ કરવા જવા લાગ્યા,પણ આ ક્રમ ચેડા દિવસ સુધી જ રહ્યો. ત્યાર બાદ ઇસ. ૧૮૮૩ ની શરૂઆતમાં જ કઈ કારણથી બંકિમચંદ્ર બંગદર્શન બંધ કરી દીધું અને તેઓ સપરિવાર ચંચુડામાં રહેવા ગયા. - બંકિમ બાબુનું ધાર્મિક અને તત્વજ્ઞાન સંબંધી વાંચન વિશાળ હતું. તેમની વય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy