SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૯ મો-ઇશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ ૧૨૭ પ્રશ્નોના ઉત્તરે શીખવ્યા છે, અને હું તે શીખ્યો પણ છું–પરંતુ તેમણે શીખવેલી રાજનીતિ અને સંતોષપ્રદ જણાઈ નથી. શત્રુઓ તથા મિત્રો પ્રત્યે પ્રસંગોપાત સામદિામદંડ-ભેદ વિગેરે ઉપાયો અજમાવવા એમ મને કહેવામાં આવ્યું છે, પરંતુ, 'પિતાજી ! મારાથી જે કાંઈ અપરાધ કે અવિનય થતો હોય તો તેની ક્ષમા યાચીને મારે કહેવું જોઈએ કે હું તે શત્રુઓ અથવા મિત્રોમાં કશો ભિન્નભાવજ નિહાળી શક્તો નથી–મારી દષ્ટિએ તો ઉભય એકસમાન છે. મને કાંઇ કરવાપણું હોય એમજ હું તે માની શકતું નથી, અને તેથી રાજનીતિ જેવાં સાધનોની મને સહાય લેવાની જરૂર પડે એમ માનતો નથી. જે જગન્મય જગનાથ પરમાત્મા ગેવિન્દ પિતેજ સર્વભૂતોના અંતઃકરણમાં નિવાસ કરીને રહેલા છે તો પછી શત્રુ-મિત્ર જેવા ભેદ પાડવા એ એક જાતની મૂર્ખતા નહિ તે બીજું શું છે ? આપનામાં જે ભગવાન વ્યાપ્ત છે તેજ વિભૂતિ મારામાં અને સર્વ પ્રાણીમાત્રમાં વ્યાપ્ત છે. વસ્તુતઃ શત્રુ અથવા મિત્ર એવા ભેદો આપણે શા માટે પષવા, તેજ હું તે સમજી શકતા નથી, અને એથી કરીને દુષ્ટ વિધિ-વિધાનવાળી નીતિશિક્ષા મને લેશ માત્ર આવશ્યક નથી.” | હિરણ્યકશિપુની ક્રોધવાળા નખથી શિખાપર્યત ભભૂકી નીકળી. તેણે એકદમ ઉભા થઈ પ્રહાદની છાતીમાં લાત મારી અને પોતાના અનુચરોને ફરમાવ્યું “જાઓ, આ દુષ્ટને નાગપાશથી બાંધી સમુદ્રમાં ફેંકી દ્યો. ” અનુયરોએ તુરતજ દૈત્યપતિની આજ્ઞાનું પાલન કર્યું અને પ્રલ્હાદને નાગપાશથી બદ્ધ કરી, સમુદ્રમાં ફેંકી તેના ઉપર પત્થરો દાબી દીધા. તે વખતે પ્રહાદ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. કારણ કે અંતિમકાળે ઈશ્વરસ્તુતિ કરવી એ પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે. અલ્હાદે આવા કષ્ટના સમયમાં પણ પોતાની આત્મરક્ષા કરવા પ્રભુને પ્રાર્થના કરી નહિ. ઈશ્વરમાં તલ્લીન થવું એજ આપણું કર્તવ્ય છે, એમ માની તે ધ્યાન કરે કરતો ઈશ્વરસ્તુતિમાં એકાગ્ર થઈ ગયો. આ દૃષ્ટિએ જોઈએ તે પ્રહાદ એક યોગી હતે, એમ કહીએ તોપણ કાંઈ દોષ નથી. x અંતે તેનાં બંધનો શિથિલ થઈ ગયાં, સમુદ્રનું પાણી સુકાઈ ગયું, અને તેના શિર ઉપરના પત્થરે એક બાજુ ખસી ગયા. પ્રહાદ વિષ્ણસ્તવન કરતે કરતે ત્યાંથી ઉભો થયો. આ સર્વ સમયે પ્રહાદ જે સ્તુતિ કરતો હતો તે તેના પિતાના આત્મરક્ષણ અર્થે કરતો હતો તેમ માનવાનું એક કારણ આપણને મળી આવતું નથી. નિષ્કામપણે ઇશ્વરનું ભજન કરવું તે પ્રત્યેકનું કર્તવ્ય છે, એ વાત તે પિતે બહુ સારી રીતે સમજ હતો. વિષ્ણુ પરમાત્માએ તેને આખરે પિતાનાં દર્શન આપી કૃતાર્થ કર્યો. પરમાત્માએ તેના ઉપર પ્રસન્ન થઈ વર માગવાને આદેશ કર્યો. પ્રહાદ હમેશાં સંતુષ્ટજ હતા, x संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy