SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ અનિષ્ટ કરી શકતું નથી; કારણ કે ત્યાં મૂળ કારણને જ અભાવ હોય છે. જે મનુષ્ય પોતાનાં કર્મોદ્વારા, અથવા તો મન કે વાણકારા બીજાને પીડા આપે છે તે મનુષ્ય હાથે કરીને પિતાનાજ વિનાશનાં બીજ વાવે છે, એમ સમજવું.” જે કેશવ મારામાં વ્યાપ્ત છે તેજ કેશવ સર્વ ભૂતમાત્રમાં રહેલો છે, એમ માની હું કોઈનું બુરું ઇચ્છતો નથી, તેમજ કેાઈનું અનિષ્ટ કરતો નથી. પ્રત્યેક પ્રાણુનું કલ્યાણ કેવી રીતે થાય તે જ સંબંધી વિચારે હું રાત્રીદિન સેવ્યા કરું છું. તે પછી કોઈ પણ શક્તિ મારૂં શારીરિક કે માનસિક અથવા ભૌતિક કે દૈવી અશુભ કેવી રીતે કરી શકે ? પરમાત્મા સર્વમય છે, એમ માની ભૂતમાત્રની અવ્યભિચારિણું ભક્તિ કરવી તે પંડિતનું કર્તવ્ય છે. આથી અધિક ઉન્નત ઉપદેશ બીજે ક્યો હોઈ શકે ? આપણું વિદ્યાલયોમાં કિંવા લેજોમાં આવા ઉપદેશનાં મૂળતર પણ સમજાવવામાં આવતા નથી. આપણું ઉદાર ધર્મકથાઓને ત્યજી દઈ મેકૅલેકૃત વૅન હેસ્ટીંગ્સ કે લૈર્ડ કલાઈવના પપપૂર્ણ ઉપન્યાસેજ આપણું સન્મુખ ધરવામાં આવે છે, અને જાણે કે એ ઉપન્યાસેજ આપણુમાં ઉચ્ચ સંસ્કારો પ્રેરી શકે છે, એમ માની આપણું શિક્ષકે અભિમાન લે છે, એ કેટલું બધું શોચનીય છે ? પ્રહાદના ઉપલા શબ્દો સાંભળી દૈત્યપતિ અત્યંત ક્રાદ્ધ થયો અને તેણે પ્રહાદને અગાસીએથી નાખી દઈને મારી નાખવાનો આદેશ કર્યો; એટલું જ નહિ પણ વાયુઠારા, માયાદ્વારા તથા બીજા અનેક ઉપાયો દ્વારા તેનો જીવ લેવાને હિરણ્યકશિપુએ પ્રયત્ન કરી જેપરંતુ પ્રહાદને કશી હાનિ થઈ નહિ. દૈત્યપતિએ વિચાર કર્યો કે જે પુનઃ પ્રલ્હાદને વિદ્યાલયમાં મોકલી તેના હૃદય ઉપર અન્ય પ્રકારના સંસ્કારોની છાપ પાડવામાં આવે તો તે કદાચિત સુધરી શકે. બાકી આવી શિક્ષાઓથી તેને કાંઈ અસર થાય તેમ લાગતું નથી. છેવટે તેને નીતિશિક્ષણ આપવા પુનઃ ગુરુ-ગૃહે મેકલવામાં આવ્યો. નીતિનું શિક્ષણ સંપૂર્ણ થયું એટલે દૈત્યગુરુ પિતે પ્રહાદને સાથે લઈ દૈયેશ્વરની પાસે આવ્યા. દૈત્યેશ્વરે અલ્હાદની પરીક્ષા કરવા પ્રશ્ન કર્યો કે: હે અલ્હાદ ! મિત્રો તથા શત્રુઓ પ્રત્યે રાજાઓએ કેવા પ્રકારનો વ્યવહાર કરે જોઈએ ? યુદ્ધક્ષેત્રમાં રાજઓએ કેવી રીતે વર્તવું ઉચિત છે? પિતાના પ્રધાન મંત્રીઓ તથા અમાત્યોપ્રત્યે કુશળ રાજાઓએ કેવા પ્રકારનું વર્તન રાખવું જોઈએ ? ચેર, આરપીઓ, ગુન્હેગારો તથા રાજ્યના શત્રુઓ પ્રતિ રાજાએ કેવી દૃષ્ટિથી જેવું જોઈએ ? સંધિ સમયે, વિગ્રહ સમયે તેમજ રાજ્યના રિપુઓના દમન સમયે રાજનું શું કર્તવ્ય છે ? મારા આ પ્રશ્નોના ઉત્તરો સાપ ?” પ્રહાદે સૌ પ્રથમ પિતૃદેવને પ્રણામ કર્યા અને કહ્યું કે: “ ગુરુદેવે મને એ સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy