SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૯ મે-ઇશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ ૧૧૫ ગીતકત ભકિતયોગનો એજ સ્થૂલ આશય છે, શ્રીમદ્ ભગવદ્ગીતાને જગતને સર્વશ્રેષ્ઠ ધર્મગ્રંથ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે આ ઉદાર અને ઉત્તમ ભક્તિવાન જગતમાં બીજે ક્યાંય નથી. अध्याय १९ मो-ईश्वरभक्ति-विष्णुपुराण ગુર–ભગવદ્દગીતાના બાકી રહેલા અંશનું વિવેચન કરવાની હવે જરૂર નથી. અત્યારે પૂર્વે જે કાંઈ હું કહી ચૂક્યો છું તેને વિશેષ સ્પષ્ટ કરવાને માટે, હવે વિષ્ણુપુરાણમાંથી પ્રહાદચરિત્ર લઈ તેનીજ સમાલોચના કરીશ. વિષ્ણુપુરાકણમાં પ્રહાદ અને ધ્રુવ એ બે જગપ્રસિદ્ધ ભકતાત્માઓનાં જીવનચરિત્ર છે. આ બને ભક્તાત્માઓની ભકિત છેક ભિન્ન ભિન્ન પ્રકારની હતી. હવે તું એટલું તે સમજી શકયો હોઈશ કે ભકિત મુખ્યત્વે બે પ્રકારની છેઃ-(૧) સકામ, અને (૨) નિષ્કામ. સકામ ઉપાસનાને કામ્યકર્મ કહેવામાં આવે છે અને નિષ્કામ ઉપાસનાને ભકિત કહેવામાં આવે છે. ધ્રુવની ઉપાસના સકામ હતી; કારણ કે તેણે ‘ઉચ્ચ પદની પ્રાપ્તિ અર્થે વિષ્ણુની આરાધના કરી હતી. એટલા માટે તેની ઉપાસનાને યથાર્થ ભક્તિ કહી શકાય નહિ. જો કે ઈશ્વરમાં તેને દઢ વિશ્વાસ હતો, એટલું જ નહિ પણ પિતાનાં મનબુદ્ધિ પણ તેણે ઇશ્વરને જ અર્પણ કરી દીધી હતાં, છતાં તેની ઉપાસનાને ભકતની ઉપાસના કહી શકાય નહિ. અલ્લાદની ઉપાસના નિષ્કામ હતી, કારણ કે તેણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની અભિલાષાથી ઈશ્વરની ભકિત કરી નહોતી. બલકે ઈશ્વરપ્રત્યે ભકિતભાવ રાખવા માટે તેને અનેક પ્રકારની આપત્તિઓમાંથી પસાર થવું પડયું હતું, છતાં તેણે ઇશ્વરભકિતમાં સહેજ પણ સંકોચ સેવ્યો ન હતો. તે જાણતા હતા કે કેવળ ભકિતની ખાતરજ તેને આ સર્વ આપત્તિઓ સહન કરવી પડે છે, તે છતાં તેણે ભકિતને છેક છેલ્લી ઘડી સુધી ત્યાગ કર્યો નહોતો. આવો નિષ્કામ પ્રેમ તે જ યથાર્થ ભકિત છે, તેમજ પ્રહાર જે નિષ્કામ પ્રેમીજ સાચા ભકતના પવિત્ર નામને સંપૂર્ણ યોગ્ય છે. વિષ્ણુ પુરાણના ગ્રંથકર્તાએ સકામ ઉપાસના અને નિષ્કામ ઉપાસનાનાં ઉદાહરણ પૂરાં પાડવાઅર્થે તેમજ એક-બીજા જીવનચરિત્રની પરસ્પર તુલના કરવાઅર્થેજ આવાં બે ચરિત્રોની-ધ્રુવ તથા મલ્હાદનાં ઉપાખ્યાનની રચના કરેલી હોવી જોઈએ. ભગવદ્દગીતાના રાજ્યોગસંબંધે મેં જે કાંઇ કહ્યું હતું, તે જે તને યાદ હશે તે તું સમજી શકશે કે સકામ ઉપાસના પણ છેક નિષ્ફળ તો નથી જ હોતી. જે મનુષ્ય જેવી કામનાપૂર્વક ઈશ્વરની ઉપાસના કરે છે તેને તે કામનાઅનુસારજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy