SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધમતત્વ ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते। श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः॥ અર્થાત–જેને મારૂં-તારૂં એવી મમત્વબુદ્ધિ નથી, જે નિરહંકાર છે, જેને સુખ અને દુઃખ ઉકય સમાન છે, જે ક્ષમાવાન છે, જે કેઈને પણ દ્વેષ કરતો નથી, જે સર્વભૂતેને મિત્ર છે, જે દયાળુ છે, જે સર્વદા સંતુષ્ટ છે, જે રિયરચિત્તવાળો (યોગી) છે, જેણે પિતાના મનને સંયમ કર્યો છે, જે બળવાન નિશ્ચયવાળો છે, અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ અને અર્પણ કર્યા છે, એ જે મારે ભક્ત તેજ મને પ્રિય લાગે છે. જેનાથી લોકેને ઉગ થતો નથી, અને લોકોથી જેને સંતાપ થતો નથી તેમજ જે હ–ોધ તથા ભય–ત્રાસથી મુક્ત હોય છે તેજ મને પ્રિય લાગે છે. મારે જે ભક્ત નિસ્પૃહ, પવિત્ર, દક્ષ, ઉદાસીન, દુઃખરહિત, અને સર્વ આરંભનો પરિત્યાગ કરવાને શક્તિમાન ય છે તેજ મને પ્રિય થઈ પડે છે. જેને કોઈ પણું વસ્તુપ્રત્યે દેષ નથી તેમજ આસકિત પણ નથી, જે કદાપિ શેકકે આકાંક્ષા કરતો નથી, અને જે શુભ કે અશુભનો ત્યાગ કરવાને સમર્થ હોય છે તે જ મને પ્રિય હોય છે. જે શત્રુ અને મિત્ર પ્રત્યે એકસરખો જ વ્યવહાર રાખે છે, માન અને અપમાનમાં સમાન ભાવ રાખે છે, ટાઢ-તડકે કે સુખ-દુઃખને પણ સમાન ગણે છે, જે કઈ પણ વસ્તુ પર આસક્તિ ધરાવતા નથી, જેને નિંદા અને સ્તુતિ સમાન છે, જેણે પોતાની વાણી ઉપર કાબૂ મેળવ્યો છે, યદગ્યા જે પ્રાપ્ત થાય તેથીજ જે સંતુષ્ટ રહે છે, જેનું કોઈ નિશ્ચિત રથાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે, અને જે મારી ભક્તિ કરે છે, તેજ મને પ્રિય થઈ પડે છે. મારાપર શ્રદ્ધા રાખી મપરાયણ થઈ મારા જે ભક્તો ઉપર વર્ણવેલા ધર્મામૃતનું સેવન કરે છે તે મને અતિશય પ્રિય છે. હવે ભકિતનું સ્વરૂપ સમજાયું ને? દેવપૂજાનો ડોળ કરવામાત્રથી જ કોઈ સાચો ભકત બની શકો નથી. માત્ર માળાના મણકા ફેરવવાથી કે માત્ર હરિ ! હરિ ! શબ્દોના ઉચ્ચારથી ભકત થવાતું નથી. હા ઇશ્વર ! અરે પ્રભુ ! એવી બીજાએને સંભળાવવા માટે ખાલી બૂમો પાડવાથી જ સત્ય ભકતનું બીરદ પ્રાપ્ત થતું નથી. જેણે પિતાની ઈદિ ઉપર વિજય મેળવ્યું છે, જેનું ચિત્ત સંયમમાં રહી શકતું હોય, જે સમદર્શી હોય, અને જે પરહિત કરવાને સદા તત્પર રહેતા હોય, તેજ યથાર્થ ભકત પુરુષ છે. પિતાના તેમજ સર્વના અંતઃકરણમાં સર્વદા ઈશ્વર વિરાજી રહ્યો છે એમ દઢતાપૂર્વક વિશ્વાસ રાખી, પિતાના ચરિત્રને સંપૂર્ણ નિર્દોષ બનાવવાને જે પ્રયત્ન કરે તેમજ પોતાની સમસ્ત વૃત્તિઓને ઈશ્વરભિમુખી કરે છે, તે જ યથાર્થ સંતપુરુષ કે ભકત મહર્ષિ છે. જેના ચરિત્ર ઉપર ભકિતનો પ્રભાવ નથી, તે કદાપિ ભકતના પદને માટે યોગ્ય નથી. જેની સમસ્ત વૃત્તિઓ ઇશ્વરામુખી નથી, તે પણ પોતે ભકત હોવાને કદિ દા કરી શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy