SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૦ મેમનુષ્યભક્તિ 02 . .. એવાં અન્ય અનેક વા ઉદ્ધત કરી શકાય. વૃદ્ધ ગૌતમ સંહિતાના ૨૧ મા અધ્યાયમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે -- क्षान्तं दान्तं जितक्रोधं जितात्मानं जितेन्द्रियम् । તમેવ ગ્રાહ્ય મળે સેવા દ્રા રૂતિ સૃતા अग्निहोत्रव्रतपरान् स्वाध्यायनिरतान् शुचीन् । उपवासरतान् दान्तांस्तान् देवा ब्राह्मणान् विदुः।। न जातिः पूज्यते राजन् गुणाः कल्याणकारकाः। चण्डालमपि वृत्तस्थं तं देवा ब्राह्मणं विदुः॥ અર્થાત–ક્ષમાવાન, યમશીલ, જિતક્રોધ અને છતાત્મા તથા જીતેંદ્રિયને જ બ્રાહ્મણ કહેવાય. તે સિવાયના સર્વને શજ જાણવા. જેઓ અગ્નિહોત્ર વ્રતને વિષે તત્પર હેય, સ્વાધ્યાયમાં તલ્લીન રહેતા હોય, પવિત્ર હોય, ઉપવાસરત અર્થાત સંયમી હોય તેઓને જ દેવતાઓ બ્રાહ્મણના નામથી ઓળખે છે. હે રાજન ! જાતિ પૂજ્ય નથી, ગુણજ કલ્યાણકારક છે. જન્મથી ચંડાલ છતાં પણ જે વ્રતશીલ હોય તે દેવતાઓ પણ તેને બ્રાહ્મણ સમાનજ માને છે. શિષ્ય –અસ્તુ. મનુષ્ય-સમાજમાં ત્રણ વર્ગના મનુષ્યો પ્રતિ ભક્તિભાવ પ્રકટ કરવો એજ આપનું કહેવાનું તાત્પર્ય છે ને? (પ્રથમ) ગૃહમાં વસતા મુરબ્બીઓ પ્રતિ, (દ્વિતીય) રાજા પ્રતિ અને (તૃતીય) સમાજ શિક્ષકે પ્રતિ. તે સિવાય બીજે કોઈ વર્ગ છે ? ગુર–(૪) જે વ્યકિત ધાર્મિક અથવા જ્ઞાની હોય તેને ઉક્ત ત્રણ વર્ગમાંના એકકે વર્ગમાં ઉલ્લેખ કર્યો નથી, છતાં તે ભકિતને પાત્ર છે. ધાર્મિક મનુષ્ય ગમે તેટલે નીચ જાતિને હોય તોપણ તે ભક્તિપાત્ર છે. (૫) તે સિવાય પણ કેટલાક એવા માણસ છે કે જે કેવળ વ્યકિતવિશેષરૂપેજ ભકિતને પાત્ર હોઈ શકે, અથવા તે અવસ્થા વિશેષમાં તેમના પ્રત્યે ભકિત દર્શાવી શકાય. આ પ્રકારની ભકિતને આજ્ઞાંકિતપણું અથવા સન્માન કહીએ તો પણ ચાલી શકે. કોઈ એક ખાસ કામ પાર પાડવા માટે આપણે બીજા કોઈ મનુષ્યની આજ્ઞા પાળવી પડે તેમ હોય તો તે વ્યક્તિ પ્રત્યે આપણે આપણી ભક્તિ કિંવા સન્માન પ્રદર્શિત કરવું જોઈએ. અંગ્રેજીમાં તેનું એક બહુ સુંદર નામ છે, અને તે એજ કે ‘સડનેશન એ શબ્દ યાદ આવતાની સાથે જ મને “ઓફીશીયલ સાડીનેશન” નું સ્મરણ થઈ આવે છે. આપણું દેશમાં, એ વસ્તુ છેક નહોતી એમ કહી શકાય નહિ, પરંતુ તે ઈચ્છવાયોગ્ય તે નહતી જ. આપણા દેશમાં ભક્તિને બદલે પ્રથમ ભય હતો. ભકિત એ મનુષ્યની શ્રેષ્ઠ વૃત્તિ છે, જ્યારે ભય એ નિકૃષ્ટ વૃત્તિ છે. ભકિતશન્ય ભય જેવું માનસિક અવનતિનું મહાન કારણ ભાગ્યેજ બીજું કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy