SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્ત્વ હશે. દરેક માણસે પોતાના ઉપરિની આજ્ઞાનું પાલન કરવું, તેનું સન્માન કરવું, અને તેની ભક્તિ કરવી, પરંતુ કારણ વિના તેનાથી કોઈ પણ પ્રકારે ડરવું નહિ.” એક બીજા પ્રકારની આજ્ઞાંક્તિતા પણ આપણું દેશમાં જરૂરની છે. આપણું ધર્મ-કર્મો તથા આચાર-વ્યવહારો પ્રાયઃ સમાજના હિતાર્થેજ હોય છે. સમાજનું કામ માણસોએ એકસંપીથી એકત્ર થઈને ચલાવવું જોઈએ. પાંચ માણસોમાં જે એકતા ન હોય તો તેમનાથી સામાજીક હિતનું કોઈ કામ થઈ શકે નહિ. એટલા માટે પાંચ જણમાંથી એક મનુષ્ય નાયક બનવું જોઈએ; અને બાકીનાઓએ તેની આજ્ઞાનું પાલન કરી પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. આ સ્થળે પણ આજ્ઞાંકિતતા (સોડીનેશન ) ની જરૂર છે. કમનસીબે આપણામાં અત્યારે એવું આજ્ઞાંકિતપણું રહ્યું નથી. જે કાર્ય પ્રથમ દશ માણસો એકત્ર થઈને કરતાં તે કાર્ય આજે પ્રત્યેક મનુષ્ય પોતે એકલો જ પાર પાડવા પ્રયત્ન કરે છે. આજે કઇ કેદની આશાને માન આપતું નથી તેથી અનેકના પ્રયત્ન નિષ્ફળ થાય છે. અનેક સમયે એમ પણ બને છે કે એક નિકૃષ્ટ વ્યક્તિ આગેવાનતરીકે નીમાય છે, અને કેટલાક શ્રેષ્ઠ મનુષ્યોને તેની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે છે. આવી રીતે સમાજના હિતને અર્થે શ્રેષ્ઠ મનુષ્યોએ નીચ આગેવાનનું સન્માન સાચવવું એ કર્તવ્ય છે, કારણ કે જે તે તે ન કરે તો કાર્યનો ઉદ્દેશ સફળ થાય નહિ, અને સમાજને હાનિ સહન કરવી પડે. આપણું દેશમાં આવી ઉદારતા બતાવવામાં આવતી નથી, તેથી આપણું સામાજીક ઉન્નતિ સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ શક્તી નથી. (૬) એક મનુષ્ય જે વિષયમાં બહુ નિપુણતા ધરાવે તે વિષયમાં તેનું ખૂબ સન્માન કરવું એ પણ ભક્તિના વિષયમાં આવી જાય છે. ઉંમરમાં જેઓ મોટા હોય તેમને વધરૂપે ભકિતપાત્ર લેખવા. (૭) સમાજ પ્રત્યે ભકિતભાવ રાખે. મનુષ્યમાં જેટલા ગુણો હોય તે સર્વ ગુણ સમાજમાં પણ હોયજ, એ વાત બહુ લક્ષમાં રાખવાડ્યુ છે. સમાજ આપણને યોગ્ય શિક્ષણ આપી આપણું ભરણપોષણ કરી આપણી રક્ષા કરે છે, એટલું જ નહિ પણ પ્રસંગોપાત દંડ કરીને આપણને અયોગ્ય માર્ગે જતા રોકે છે. એટલા માટે સમાજ આપણું ગુરુ સમાન પણ છે અને આપણું રાજા સમાન પણ છે. જે રીતે સમાજનું કલ્યાણ થાય તે રીતે સંપૂર્ણ ભકિતપૂર્વક આપણે વર્તવું જોઈએ.' આ શિક્ષણને વિશેષ પ્રચાર કરવા માટે કેટધર્મે “માનવદેવી” ની પૂજા કરવાને જે ઉપદેશ કર્યો છે, તે બહુ યે છે. આજકાલ ભકિતના અભાવે આપણા દેશની કેટલી દુર્દશા થઈ છે ! કેટલી બધી ઉછુંખલતા આવી ગઈ છે ! પૂર્વે હિંદી પુમાં ભકિતનો લેશમાત્ર અભાવ જોવામાં આવતો નહે. હિંદુધર્મમાં અથવા હિંદુશાસ્ત્રમાં ભકિત ઉપરજ મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy