SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ છે. શું તેમની પણ ભકિત અમારે કરવી જોઈએ? - ગુર–કદાપિ નહિ. જે ગુણને માટે આપણે જેની ભક્તિ કરીએ તે ગુણજ તેનામાં ન હોય તે પછી આપણે શા માટે ભકિત કરવી ? ગુણવિના ભક્તિ કરવી એ તે અધર્મજ છે. ભારતવર્ષના મનુષ્યો આ છેલ્લી વાત ન સમજી શકયા તેથી જ તેમની અવનતિ થઈ. જે ગુણના પ્રતાપે બ્રાહ્મણો એકવાર ભક્તિને પાત્ર હતા તે ગુણજ જે તેમનામાં ન રહ્યો તો પછી તેમની ભક્તિ કરવાની જરૂર જ શું હોય ? દુર્ગણી અને દુરાચારી બ્રાહ્મણોની ભક્તિ કરવાથી લેકે ધીમે ધીમે શિક્ષાનાજ સંસ્કારો પ્રાપ્ત કરવા લાગ્યા અને એ રીતે સમાજની અધોગતિનો આર ભ થયો. હવે આપણે સમજ્યા. પછી તે એ રસ્તેથી પાછું જ કરવું જોઈએ. શિષ્ય –અર્થાત હવે બ્રાહ્મણની ભક્તિ ન કરવી, એમજ ને ? ગુર–નહિ, તેમ નહિ. જે બ્રાહ્મણમાં સદ્ગુણ હોય,અર્થાત જે ધાર્મિક, વિદ્વાન, નિષ્કામ અને લોકસેવક હેય તેની ભક્તિ કરવી, અને જેનામાં એવા ગુણ ન હોય તેની ભકિત ન કરવી. તેને બદલે જે શુદ્રમાં બ્રાહ્મણોના જેવા ગુણે હોય, અર્થાત જે વ્યકિત જન્મથી શુદ્ધ હોવા છતાં પણ જે વિદ્વાન, ધાર્મિક, નિષ્કામ અને લેકસેવક હોય તો તેની ભક્તિ કરવામાં હવે કેઈએ સંકોચ રાખ નહિ. શિષ્ય—આપના સિદ્ધાંત સાથે કોઈ હિંદુધર્માવલંબી એકમત થાય એમ મને તે લાગતું નથી. ગુરો –ભલે ન થાય, તેથી શું થયું? પરંતુ હિંદુધર્મને યથાર્થ મર્મ તે તેજ છે. મહાભારતના વનપર્વમાં માર્કડેય સમસ્યા-પૂર્વાધ્યાય ૨૧૫ માં આ પ્રમાણે ઋષિ. વાય છે “પતિત્યજનક, ક્રિયાસત, અને દાંભિક બ્રાહ્મણ વિદ્વાન હોય તો પણ તે શુદ્ધ સમાન છે. અને જે શુદ્ધ સત્ય, દમ અને ધર્મમાં સતત અનુરકત હોય તેને બ્રાહ્મણ સમાન હું લેખું છું. કારણ કે મનુષ્ય માત્ર વ્યવહારથી જ મનુષ્ય કે શુદ્ર બની શકે છે.” પુનઃ વનપર્વમાં અજગર પર્વાધ્યાય ૧૮૦ માં રાજર્ષિ નહુષ આ પ્રમાણે પ્રશ્ન કરે છે:-“ વેદમાં કહેલા ધર્મો જેવા કે:-સત્ય, દાન, ક્ષમા, અહિંસા, અને કરણું વિગેરે શદ્રમાં પણ જોવામાં આવે છે. સત્યાદિ બ્રાહ્મણોચિત ધર્મ જે શકમાં જોવામાં આવે તો તે શક ૫ણ શું બ્રાહ્મણજ ગણાય ?” તેના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છે કે –“ અનેક શોમાં બ્રાહ્મણના જેવાં લક્ષણો અને અનેક જિમાં શકોના જેવાં લક્ષણો જોવામાં આવે છે. માટે બ્રાહ્મણકુળમાં જન્મેલે બ્રાહ્મણ ગણાય અને શુદ્ર કુળમાં જન્મેલો જ ગણાય એમ કહેવાય નહિ. જે જે વ્યકિતઓમાં વૈદિક વ્યવહારો જોવામાં આવે તેઓ જ બ્રાહ્મણ નામને યોગ્ય છે, અને જેમનામાં એ લક્ષણો જોવામાં ન આવે તેઓ શક નામને યોગ્ય છે” એવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy