SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ધમતત્વ એક વૈદ્ય રોગીને ક્ષુધાતુર જોઈ ખાવાની છૂટ આપે, પણ તે દર્દી ખાધેલું અન્ન પાચન કરી શકે તેમ છે કે નહિ તેને બિલકુલ વિચાર ન કરે તે તેને સુયોગ્ય ચિકિત્સક કહેવાય નહિ. તેવી જ રીતે જે શિક્ષક વિદ્યાથીની શક્તિને તેલ કર્યા સિવાય મગજમાં બેજોજ ભર્યા કરે તેને પણ સુયોગ્ય શિક્ષક લખી શકાય નહિ. દર્દીને બહુ અનાજ ખાવા બદલ જેમ અજીર્ણનું દર્દ ભોગવવું પડે છે તેમ હદ ઉપરાંત બે વિદ્યાર્થીઓના મગજમાં ભરવાથી વિદ્યાથીઓને પણ માનસિક અજીર્ણને આધીન થવું પડે છે. આથી કરીને ક્રમે ક્રમે વિદ્યાથીની જ્ઞાનાર્જની વૃત્તિઓની અવનતિ થતી જાય છે. “મુખસ્થ કરે, યાદ કરે, ગોખી નાખો, કોઈ કાંઈ પૂછે તો પોપટની માફક એકદમ ઉત્તર આપતાં શીખો.” એજ પ્રકારનું શિક્ષણ આજકાલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ આવા શિક્ષણથી વિદ્યાર્થીની બુદ્ધિ તીર્ણ થતી જાય છે કે બુઠ્ઠી થતી જાય છે, સ્વશક્તિ યુક્ત થતી જાય છે, કે પ્રાચીન પુસ્તકોનો પાલવ પકડી પાછળ પાછળ ચાલનારી થતી જાય છે, તેને તે કઈ ભૂલે ચૂકે પણ વિચાર કરતું નથી. અર્થાત વિદ્યાર્થીઓને જે માનસિક આહાર આપવામાં આવે છે તે તેમનાથી પાચન થઈ શકે છે કે નહિ તે તરફ તો કઈ નજર પણ કરતું નથી. બિચારા શિક્ષિત ગર્દભે જ્ઞાનને ભાર વહન કરી સંસારમાં ચોતરફ ભટકીને આયુષ્ય પૂરું કરે છે. છેવટે વિસ્મૃતિ નામની કરુણામયી દેવી આવીને તેમને ભાર લઈ લે છે, એટલે પછી તેઓ ટોળામાં મળી જઈ રવછંદતાપૂર્વક ઘાસ ખાવા લાગે છે. - શિષ્ય:–અમારા દેશના શિક્ષિત વર્ગ પ્રત્યે આપની એટલી બધી પદષ્ટિ કેમ છે ? ગુરુ –હું માત્ર આપણા દેશનાજ શિક્ષિત વર્ગ વિષે બોલતો નથી. અહીંના અંગ્રેજે પણ એક યા બીજા પ્રકારે એવાજ છે. આપણે તેમને મહાપ્રભુ માની તેમનું અનુકરણ કરવા લલચાઈએ છીએ, અને તેમના અનુકરણ માત્રથી મનુષ્યજન્મ સાર્થક થયો માની લઈએ છીએ. તેઓ પણ સંકીર્ણ બુદ્ધિના છે, તેમનું જ્ઞાન પણ પીડાદાયક છે. શિષ્ય:– અંગ્રેજોની બુદ્ધિ સંકીર્ણ છે ? ગુર:- શનૈઃ શનૈઃ સર્વ સમજાશે. જે જાતિ દેઢસો વર્ષથી ભારતવર્ષ ઉપર આધિપત્ય ભોગવે છે છતાં ભારતવાસીઓ સંબંધી એક વાત પણ હજીસુધી સમજી શકી નથી, તેમનામાં બીજા લાખો ગુણો હશે, તોપણ તેમનામાં વિશાળ બુદ્ધિ હોય એમ તે હું કહી શકીશ નહિ, પણ બીજી તરફ અંગ્રેજોના કરતાં પણ આપણા હિંદીઓની બુદ્ધિ વિશેષ સંકીર્ણ માર્ગે પ્રવર્તે છે, એમ કહ્યા વિના ચાલતું નથી. અંગ્રેજોના શિક્ષણ કરતાં આપણું શિક્ષણ વિશેષ હલકા પ્રકારનું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy