________________
માનવમન.
[ ૭૩ ] આજે પવા અધીરી થઈ ગઈ હતી. કાજીના કારસ્તાનની હકી
પ્ત અકબરને કહી સંભળાવવા માટે આજે તેનું મન તલપાપડ થઈ રહ્યું હતું. છેલ્લા બે દિવસે થયાં તે પિતાની દાસી જુલેખાં સાથે બાદશાહને બેલાવવાને સંદેશો મેકલતી હતી, પરંતુ અકબર તેના દિવાનખાનામાં તેમજ અન્ય કોઈ બેગમના અંત:પુરમાં બે રાત્રિઓ થયાં હતે જ નહિ એવી બાતમી મળતાં યુવાના આશ્ચર્યને પાર રહ્યો નહિ. બાદશાહ રાત્રિના સમયે કયાં જાય છે? અને તે શા કામ માટે જાય છે, તેને વિચાર પડ્યા કરવા લાગી. કંઈ પણ રાજકીય ખટપટ ચાલી રહી હોય તે વિચારભુવનમાં તે શા માટે ન જાય? વારૂ, રાજકીય કારણ ન હોય તે પિતાની બેગમના સહવાસસુખને ત્યાગ કરીને અકબર રાત્રિના સમયે શા માટે બહાર જાય ? અકબરના રાજયમાં શાન્તિ હોવાથી યુદ્ધ થાય તેવે તે સંભવ નહેાતે, ત્યારે ધર્મ સંબંધી તે કંઈ ખટપટ નહિ હેય ને? અને જે તેમ હોય તે હિંદુધર્મની વિરૂદ્ધમાં તે કઈ ખટપટ નહિ હોયને?
પરંતુ છેલ્લા શબ્દ પવાના અંતરમાં માત્ર એક ક્ષણ પર્યત જ ટકી રહ્યા. અકબર માટે હવે તેના હૃદયમાં સહજ પણ આશંકા રહી નહતી, પરંતુ બાદશાહ સાથે બે ત્રણ દિવસ થયા મેળાપ નહિ થતું હોવાથી તે ઉદ્વિગ્ન થઈને બપોરના સમયે બાદશાહ રાજકારભાર સંબંધી ખટપટમાં ગુંથાયેલ રહે છે, એમ જાણવા છતાં પણ તેણે આજે જુલેખાને સંદેશ લઈને મોકલી.
જલેખા પડ્યાને સંદેશ લઈને ગઈ ખરી, પરંતુ તેને સંદેશે અકબરને પહોંચવાને હજી સમય ન પાકો હેય તેમ જેવી જાલેખા જનાનખાનામાંથી બહાર પડીને ખાસ દિવાનખાના તરફ જવાના માર્ગે વળી કે તરતજ કાજી તેના જોવામાં આવ્યો. જુલેખાને હવે કાજી પ્રત્યે તિરસ્કાર આવ્યું હતું અને અત્યારે તે અતિ મહત્વના કામ માટે નીકળી હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com