________________
રાજપૂત સમાણી.
[૬] રાજ્ય પડાવી લેનાર અને પિતાના માન-ગ્રતિષ્ઠાને હણી લેનાર અકબર રાજપૂતની દષ્ટિમાં કલંકરૂપ થઈ પડ જોઈએ, એમ ખુદ દેવીને પણ નથી લાગતું કે? "કાજીએ પદ્માને રૂચેલી વાતને વધારે રસદાર કરી. .
છેવટનું વાકય ઉચ્ચારતાં કાજીએ પિતાના બોલવાની . પવાના હૃદય પર શી અસર થાય છે તે જોવા સારૂ પદ્માના તરફ તાકીને જોયું તેને એમ ખાત્રી પૂર્વક લાગ્યું કે પદ્યાને તેના શબ્દો રૂટ્યા હતાપરંતુ કાજીએ તેવું માનવામાં ભૂલથાપ ખાધી હતી. કાજીના પ્રથમના સંભાષણથી અકબરના નાશની કલ્પના પવાના વદનમંડળ પર તરવરી રહી હોય એ સહજ ભાસ થતું હતું. પરંતુ તેના મનમાં તરતજ એવી કલ્પના ઉદ્દભવી કે રાજપૂત ધર્મ નામાવશેષ કરવા ઉદ્યત થયેલા અકબર પ્રત્યે તે ઈસ્લામ ધમી કાજીને પ્રેમ ઉત્પન્ન થે જોઈએ પરંતુ તેમ કરતાં કાજી અકબર પ્રત્યે આટલો બધે દ્વેષભાવ રાખે છે તેમાં કંઈ રહસ્ય હોવું જોઈએ, તેની કલ્પના આટલેથીજ અટકી પડી નહિ. ઈસ્લામી ધર્મના દુરાગ્રહી કેના, મન દુખાય એવું અકબરે કંઈ પણ કૃત્ય કર્યું હોવું જોઈએ, અર્થાત્ રાજપૂત ધર્મ પ્રત્યે ઉદારતા દર્શાવનારું એકાદ પગલું અકબરે ભર્યું હોવું જોઈએ. પદ્માએ પિતાના મનમાં એવી પણ કલ્પના કરી લીધી.
આ કલ્પના સાથે જ અકબર પ્રત્યેને પદ્માને દ્વેષ ભાવ ઓગળીને પાણી જે થઈ ગયે. અનેક વર્ષના જળ સિંચનથી વૃદ્ધિગત થએલું વિશાળ વૃક્ષ વીઝળીના એક આઘાત માત્રથી જેમ બળીને ભસ્મ થઈ જાય છે, તે પ્રમાણે પધાના દ્વેષનું પણ થયું.રાજપૂતે પ્રત્યે અકબર છળ કરે છે અને ઇસ્લામી ધર્મને પ્રચાર કરવા માટે જ તે સતત પ્રયત્ન કરી રહ્યો છે એવી આજદીન સુધી પદ્યાની માન્યતા હતી, પરંતુ આજે તેને જુદા જ પ્રકારને અનુભવ મળે.ખુદ ઇસ્લામીએ પણ અકબરથી અસંતુષ્ટ
છે એવી આજે પવાની ખાત્રી થઈ અને તેનું કારણ અક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com