________________
[ ૪૮ ]
ધમ જીજ્ઞાસુ અકબર.
વશના પ્રથમ રાજાની મેં'તાલીશમી પેઢીએ શ્રી હીરવિજય સૂરિના જન્મ થયા.
હીરના પિતાનું નામ અરા હતું અને તેની માતાનુ નામ નાથી હતુ. તેઓ પાલણપૂરમાં વસતા હતા. તેમને અનુક્રમે ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીએ પછી સંવત ૧૫૮૩ ના માગશિષ સુદિ ૯ ને સમવારે તેણે એક પુત્રને જન્મ આપ્યા. કે જે આપણી નવલકથાના આદર્શ યતિ હીરવિજય સૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા.
બાલ્યાવસ્થાથીજ હીરમાં જુદાજ પ્રકારનું ચૈતન્ય હતુ. પાંચ વર્ષની વયે હીરના માતપિતાએ તેને વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો, નિશાળેથી ભણીને ઉઠ્યા પછી હીરને ઉચ્ચ શિક્ષણ આપવાના ઉદ્દેશથી, તેના માપતાએ તેને એક મુનિ પાસે મૂકયા. દૂધ અને તેમાં વળી સાકર ભળી. હીર બુદ્ધિશાળી તા હતાજ અને તેમાં વળી તેને મુનિ સત્સંગના લાભ મળવા લાગ્યા. મુનિ સાથે રહીને, હીર, પેાતાની ખાર વર્ષની ઉમરમાં નવતત્ત્વ, જીવવિચાર, ઉપદેશ માળા, સંઘયણી, ચેાગ્ય શાસ્ત્ર, આરાધના દરશનસીત્તેરી એ સર્વ શીખ્યા. અને ત્યારથી હીરનું વલણ વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યું.
સમયના વહનની સાથે હીરના માતિપતાં પરલેાકવાસી થઈ ગયાં. આ ખખર પાટણમાં મળતાં વિમળા અને રાણી નામની હીરની બન્ને હેંના પાલણપુર આવી અને હીરને પાટણ તેડી ગઈ.
પાટણ ગયા પછી હીરને એક મહાન લાભ થયા. ત્યાં જૈનાચાર્ય વીજયદાન સૂરિ સાથે તેના સમાગમ થયા અને તેમની દ્વારા તેણે ઉચ્ચ શિક્ષણ સ`પાદન કર્યું.
વીજ્યદાનસૂરિના સમાગમથી હીરની વૈરાગ્યવૃત્તિ વધારે હૃદ્ધ થવા લાગી. અંતે તેણે દિક્ષા લેવાના વિચાર કરી ચેાતાની મ્હેનાને આ વાત જણાવી, ત્યારે તેના નેત્ર યુગલમાંથી અશ્રુપ્રવાહ વહેવા માંડ્યો. તેણે કહ્યું: “ ભાઈ દીક્ષા લેવી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com