________________
યતિ હીરવિજયસૂરિ.
[૪૯]
કંઇ ન્હાનીસુની વાત નથી. કેશ લેશન કરાવવા, અણુવાણા પગે ચાલવું, ચોમાસામાં એક જ સ્થળે રહેવું, માયા ત્યજી દેવી, કામ, ક્રોધ, મદ,મેહ, લેભાદિ પંચશત્રુઓ પર વિજય મેળવો, ઘેર ઘેર ભિક્ષા માગીને ખાવું, એ બધું હારાથી કેમ થશે?” ત્યારે હીરે કહ્યું કે:-“આ અસાર સંસારમાં સંયમ જેવું કંઈજ સુખ નથી. મહાન તપનું ફળ મનુષ્યાવતાર છે. અને તે દ્વારાજ મેક્ષની સાફલ્યતા થઈ શકે છે, તેમજ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની સોનેરી તક પણ મનુષ્યાવતારમાં મળી શકે છે તે તે હાથ આવેલી તકને સદુપયોગ કરવાની હારી દઢ ઈચ્છા છે.”
ત્યારપછી ભાઈ ભગિની વચ્ચે ઘણે વાદવિવાદ ચાલ્યા અને હીરે પિતાની ભગિનીના મનનું સમાધાન કર્યું ત્યારે તેણે તેને દીક્ષા લેવાની રાજી ખુશીથી રજા આપી, હીરે સંવત ૧૫૬ ના કાતિક વદ ૨ ને સેમવારે પાટણમાં જ દીક્ષા લીધી.
ત્યારપછી હીરે પિતાના ગુરૂ વિજયદાનસૂરિ સાથે પ્રવાસ આદર્યો. જેમ જેમ તેને પરિચય ગુરૂ સાથે વધતો ગયે, તેમ તેમ ગુરૂની ખાત્રી થતી ગઈ કે હીરને જે પૂરું શિક્ષણ મળે તે તે ભવિષ્યમાં શાસન પાવશે, તેથી તેમણે હીરને દક્ષિણમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા સારૂ જવાની આજ્ઞા આપી. શ્રી ધર્મસાગરજી અને શ્રી રાજમલ એ બંનેને સાથે લઈને ગુરૂ આજ્ઞા પ્રમાણે હીર દેવગિરિમાં ગયા અને ચિતામણું વગેરે ન્યાયશાસ્ત્રમાં અતિ કઠિન ને અભ્યાસ કર્યો. આ વખતે દેવગિરીને હાકેમ નિજામશાહ હતે. ઉપ
* વર્તમાન સમયમાં “ન્યાયશાસ્ત્ર માટે જેમ બંગાલ કેન્દ્રસ્થાન છે અને વ્યાકરણ માટે કાશી ગણાય છે તેમ તે વખતે તૈયાયિકેની પ્રધાનતા દક્ષિણ દેશમાં વધારે પ્રમાણમાં હતી, હીરવિજ્યસૂરિજીને દેવગિરિમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા માટે તેમના ગુરૂએ મોકલ્યા તેનું કારણ પણ તેજ હતું.
લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com