________________
[૪૧] ધર્મ શાસુ અકબર એક નવો પ્રશ્ન ઉભે થયે કે શું સ્ત્રીઓથી સાથી વિના સંસાર રથ નહી ચલાવી શકાતા હેાય? શું સ્ત્રીઓનું એકાંત જીવન ભયમાં છે? અને તેને રક્ષણની જરૂર છે? બાદશાહની આ વાત જરૂર વિચારવા જેવી છે. જે મને પતિનું છત્ર હેતતે બાદશાહ મારા પ્રેમની યાચના નજ કરી શક્ત. જે હું નિરાધાર ન હેત તે અમરસિંહના ઉપકાર નીચે મારે ન દબાવું પડત.”
કમળાને પોતાની નિરાધાર અવસ્થા અને કુમારી જીંદગીને ભય ખુલ્લે દેખાતાં મગજ ભમવા લાગ્યું. અમરસિંહનું નામસ્મરણ થતાં તેના મેરમ કંપી ઉઠયાં. તેના પ્રેમમાં રહેલી સ્વાર્થની ગંધ અને તેના અંગે પાથરેલી જાળનું સ્મરણ થતાં તેનું ચિત્ત સ્થિર રહ્યું નહિ. જાણે તે અમરસિંહને ત્યાં ઉભેલ જેતી હોય તેમ ઘેલાં કાઢવા લાગી. અને અમરસિંહને પિતાની સામેથી હાંકી કાઢતી હોય તેમ ક્રોધથી બેલી– “જા–જા અમરસિંહ, મારા ઉપરના તારા ઉપકારને ભુલી જઈને હું તને વધારે કહી શકતી નથી, પરંતુ કમળા કદી પણ પ્રપંચી પ્રેમને તાબે થાય તે આશા છેડી દે. અકબરે તારી નીચ યુક્તિઓ જાણવા છતાં તે ભુલી જઈવેરને બદલે ઉપકારથી વાળે છે તે યાદ કર.:કમળા નિરાધાર છતાં તારા જેવી કૃતનિ કે વિષયાંધ નથી. જે અકબરના પ્રેમનું બલીદાન આપી શકે છે તેના સામે તારે આ પ્રયત્ન શું કામને છે?—”
આટલું બેલીને માન રહી. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. પિતાની સ્થીતિ કે શરીરનું ભાન ભૂલી ગઈ હતી. તે અમરસિંહને અહીંથી કાઢી મુકવા જતી હોય તેમ સિંહણની પેઠે ઉછળીને સામે દેડી અને સામેની દીવાલ સાથે અથડાઈ બેભાન ધરણી ઉપર ઢળી પડી.
કમળ પડી તે પડી જ. તે પછી તેને એકપણ અવ જ કે ચેષ જેવાયાં નહિ. પણ આજે કમળાને ન જેવાથી ચંપા બપોર પછી જ્યારે તેને બોલાવવા આવી ત્યારે કમળાને નિજીવ દેહ જોઈ તે હેબતાઈ ગઈ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com