________________
[૧૮] ધર્મ જીજ્ઞાસુ અકબર. ચુકયા છીયે. પ્રેમના પ્રવાહો પરસ્પર એક સરખા વેગથી અથડાય તે ભરતી ચઢી જાય તેવા ભયથી, કે પછી ગમે તેમ પણ જગતમાં ઘણા ભાગે એવીજ ઘટના બને છે કે એક બીજાને ચાહે છે ત્યારે બીજું પહેલાને ધિક્કારે છે અને બીજુ પહેલા તરફ ઢળે છે ત્યારે પહેલું બીજાથી કંટાળે છે. પદ્માને માટે તે આ વાત આબાદ ખરી પડી. જ્યારે અકબર પદ્યાના પ્રેમને ભીખારી હતું, તેના પાછળ ઘેલું હતું ત્યારે પદ્મા અકબર પ્રત્યે તિરસ્કારથી જોઈ વેગળી રહેવાને મથન કરતી. અત્યારે પડ્યા અકબરને મળવા આતુર બની છે, ત્યારે અકબર તેને મચક દેતા નથી.' | ગમે તેમ પણ સ્ત્રી હદય કોમળ અને પ્રેમાતુર હોય છે. તેથી જેમ અકબર પદ્યાને તિરસ્કાર ગળી ગયો તેમ પડ્યા તેની અરૂચીને સહન કરી શકી નહિ. હવે તેને અકબરને પિતાને કેમ કર તેજ વિચાર થવા લાગ્યું. તેનું કાર્ય તેજ થઈ પડયું.
ચંપા પ્રત્યે અકબરને સારૂં માન છે અને તે ત્યાં કોઈ વખત આવે પણ છે, એ વાત પદ્મા જાણતી હતી; તેથી કદાચ પોતાનું દર્દ ચંપા પાસે કહેવાથી તે વૈદ્યનું કામ કરશે તેમ ધારી એક વખત પદ્મા-ચંપાને આવાસે ગઈ. આ વખતે કમળા પણ ત્યાં બેઠી હતી. ચંપા-કમળા અને બેગમ પદ્મા વખતે વખતના મીલનથી પરસ્પર ગોઠણે થઈ ગઈ હતી. એટલે કેઈને જુદાઈ નહતી. ત્રણે સખીયે વિનદાત્મક વાતે ચઢતાં ચંપાએ કહ્યું-“બહેન પદ્મા, ગમે તેમ તે તમે ભારતના માલેકનાં રાણું છે. ભલે તેમના જનાનામાં સેંકડે રાણી છે પરંતુ તમે પટરાણું હોવાથી તમારા ઉપર પ્રજાના હિતને માટે આધાર રહે છે તેમાં તે તમે ના કહી શકે નહિ. કેમકે સ્ત્રી એ. પુરૂષનું અંગ છે. મહાલયને મંત્રી, જનાનાનું આભુષણ અને ભવિષ્યની પ્રજાને શિક્ષક સ્ત્રી જ છે. આ સઘળી જવાબદારીને ધ્યાનમાં લઈ તમે શાનશાહ દ્વારા ઘણું કામ કરી શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com