SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ–ગ્ર'થી. [ ૧૪૯ ] છતાં તમે હાથમાં આવેલી તક ગુમાવીને સદા ઉદાસ કેમ રહેા છે ? તે સમજાતુ નથી. “ વ્હેન ચંપા, તારૂં” કહેવુ ખરૂ છે. એક શાનશાહના પટરાણી તરીકે હું જનકલ્યાણ કરી શકું તેમાં ના નથી. પણ જનાનામાં વસવા અને સુ ંદર શણગારથી શેાભવા સિવાય પટરાણી તરીકે મારી શું સ્થિતિ છે તે મારૂં અંતરજ સમજે છે. મ્હેન, તમે મારા પોતાનાં છે, મને ચાહેા છે, તમારામાં ડહાપણ છે એટલે મારા કાઠા ઠલવી નાખવાને હૃદય ઉભરાય જાય છે. ખરૂ કહુ છુ કે વ્હેન હું પટરાણી નહિ પણ પસ્તાણી છું. ,, આટલું ખેલતાં પદ્મા રડી પડી. તેનાથી વધુ ન ખેલાઇ શકાયું. હૃદયના ઉભરા ખાલી કરવા જતાં વાકૂ શક્તિ ગળામાં રૂંધાઇ ગઇ અને પાણી રૂપે થઇને ચક્ષુવાટે બહાર વહેવા લાગી. ચંપા અને કમળા આ દશ્ય જોઇને હેબતાઈ ગયાં. જનાનામાં વસનારી શહેનશાહની માનીતી બેગમ સુધી પણ દુ:ખ પહેાંચી શકે છે તે જોઇને ચંપાના આશ્ચર્યના પાર રહ્યો નહિ. પેાતાની તપશ્ર્ચર્યોની એકાંત કસોટીના સમયે એગમે બાદશાહની ધર્મ જીજ્ઞાસુ વૃત્તિ તરફ શક ભર્યા શબ્દો ઉચ્ચાર્યો હતા તેનું સ્મરણ થઇ આવ્યું. આ ઉપરથી તેણે માની લીધું કે પદ્માનું શ ંકાશીલ હૃદય બાદશાહના પ્રેમમાં ઉપ સમજે છે અને તેથી તેનું હૃદય દુખાતુ હશે. આ ઉપરથી બેગમ પદ્માને આશ્વાસન આપતાં ચંપાએ કહ્યું–“ વ્હેન, તમારી આ નબળાઈ તમારા ઐશ્વર્ય યુકત સ્થાનને લજવાવેછે. મને લાગે છે કે બાદશાહની ધર્મ જીજ્ઞાસુ વૃતિથી તમા તેમના તરફ્ શંકાની નજરે જુએછે, અને તે શંકાજ તમારા પ્રેમના સંધિ વચે મજબુત દીવાલ રૂપે નડતાં હશે. તમે ક્ષત્રી પુત્રી છે, આ મહિલાનુ લાહી તમારી નસામાં છે. એટલે તમારે આ મહિલાના આદર્શ ધર્મને ભુલી જવા જોઇએ નહિં. શાંત થાઓ. મ્હેન શાંત થાઓ. ખાલી મનને દુભાવવાથી તમે તમારા હિતનેજ નુકશાન કરી છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ""
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy