________________
[૧૧૮ ].
ધર્મ જીજ્ઞાસુ અકબર.'
પાટણમાં સૂરિજના સહાધ્યાયી પંડિતજી ધર્મસાગરજી તથા શ્રીવિજયસેન સૂરીજીએ આ પ્રસંગે ભારે ઉત્સવ કર્યો. આ પ્રસંગે કેટલીક જેન પ્રજાઓના આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠામહોત્સવ કરાવવા પછી સિદ્ધપુર આવતાં “કૃપારસ કષ” ના કન્ત શાન્તિચન્દ્રજી સાથે આચાર્યશ્રીને મેળાપ થયે. શાન્તિચન્દ્રજીની વિદ્વત્તાથી આચાર્યશ્રી અતિ પ્રસન્ન થયા અને તેમણે તેમને પોતાના સાથે પ્રવાસમાં લઈ લીધા. સિદ્ધપુરથી આચાર્યશ્રીએ સતરા તરફ ગમન કર્યું અને ત્યાંના ઠાકોર સાહેબ અજુનસિંહને ધર્મબોધ કરી તેનાં વ્યસન છોડાવી દીધાં. ત્યારપછી આબુની યાત્રા કરી સાદડી, રાણકપુરનું ધરણુવિહાર નામનું ભવ્ય અને લય આદિ પંચતીથિને લાભ લઈ મેડતા પધાર્યા. અહીનાગર અને બિકાનેરના સંઘ દર્શનાર્થે આ વ્યા હતા. ત્યાંથી સાંગાનેર થઈને આચાર્યશ્રી સિક્રિના નજીક લગભગ દેઢ વર્ષ અને સાત દિવસના પ્રવાસ પછી સં. ૧૯૩૯ના
ત્યેષ્ઠ વદી ૧૩ને શુકવારના રોજ આવી પહોંચ્યા હતા. પિતાના દેઢ વર્ષના પ્રવાસ દરમ્યાન પિતાને સરસામાન તેઓ અન્ય મનુષ્યને ઉચકવા આપતા જ નહિ. તેમજ પિતાની સાથે ચાલતા સૈદ્ધાંતિક શિરેમ મહા મહોપાધ્યાય શ્રી વિમલહર્ષ ગણી, અર્ટોત્તરશતાવધાન વિધાયક શ્રી શાન્તિચન્દ્રગણિ, પંડિત સહજ સાગરગણિ, “હીર સૈભાગ્ય” કાવ્યના કર્તાશ્રી સિંહ વિમલગણિ, વસ્તૃત્વ અને કવિત્વ કળા નિપૂણ તેમજ “વિજય પ્રશસ્તિકાવ્ય
ના કર્તાશ્રી હેમવિજયગણિ, વૈયાકરણ ચૂડામણિ પંડિત લાભવિજયગણિ, શ્રી ધનવિજયગણિ આદિ વિદ્વાન શિષ્ય સમુદાય પણ તેવીજ ખંત અને આત્મદમનથી સાથે વિચરી રહ્યો હતું. તેઓએ પણ જ્યારે બાદશાહને ધર્મપ્રેમ જાણ્ય, ત્યારે બહુ ખુશી થયા.
બીજે દિવસે સૂર્યોદય થતાં શહેનશાહ અકબર ભારે ઠાઠમાઠથી યતિજીને સિક્રિમાં લઈ જવા સારૂ તેમના મુકામે એવી પહોંચ્યા. યતિજીને બેસવા સારૂ ખાસ હાથી શણગારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com