________________
અકબરનું ફરમાન. [૧૯] તૈયાર કરાવ્યું હતું તેણે આચાર્યશ્રીને બેસવાને માટે વિનંતી કરી, પરંતુ આચાર્યશ્રીએ તે ધર્માચાર વિરૂદ્ધ છે તેમ જણાવ્યું. શહેનશાહ પણ તેમના આ નિગ્રહથી ખુશી થયે.
ધીમે ધીમે સવારી રાજમહાલય પાસે આવી પહોંચી એટલે લશ્કર વિગેરે પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. બાદશાહ અકબર આચાર્યશ્રીને લઈને પોતાના ખાસ દિવાનખાનાના માર્ગે વળે.
આ દિવાનખાનાને આજે ખાસ શણગારવામાં આવ્યું હતું. દિવાનખાનાની જમીન પર સોનેરી જાજમ પાથરવામાં આવી હતી. આચાર્યશ્રીને બેસવા સારૂ એક સુંદર બેઠક બનાવવામાં આવી હતી અને નજીકમાં તેમના શિષ્યવર્ગ તેમજ અન્ય અધિકારીઓને બેસવા માટે ચઢતા ઉતરતા. દરજજાની બેઠકે ગોઠવવામાં આવી હતી. અકબર આચાર્ય શ્રીને લઈને દિવાનખાનાના દ્વાર પાસે આવી પહોંચ્યું કે તરતજ છડીદારેએ“અલ્લા હે અકબર”એવી નેકી પોકારી. છડીદારોની નેકીને ધ્વનિ સાંભળતાંની સાથે જ સર્વ ગૃહસ્થ ઉભા થઈ ગયા અને નમન કરવા લાગ્યા.
દ્વાર પાસે આવી પહોંચ્યા પછી દીવાનખાનામાં પાથરેલે ગાલીચે જોઈને આચાર્યશ્રી ઉભા રહ્યા. તરતજ શાણે શાહ હમજી ગયા કે સૂરીજી ગાલીચા પર થઈને ચાલવા ઈચ્છતા નથી. તેણે તરતજ ગાલીચો ઉપાડી લેવા નેકરેને નેત્રસંકેત કર્યો એટલે તે ઉચકતાંજ દ્વારની નજીકમાં કેટલીક કીડીઓની હારે દશ્યમાન થઈ. અકબરને આ દશ્યથી મહાત્મા ઉપર સહસ ગણી શ્રદ્ધા વધી. બાદ સૂરિજી અને શાહ નિયત સ્થળે પહોંચવા માટે આગળ વધ્યા અને નિર્દોષ સ્થળે પહોંચ્યા પછી આચાર્ય અને શિષ્ય બગલમાંથી એક ઉનનું બનાવેલું આસન જમીન પર બીછાવીને તે ઉપર બેઠા. અકબર અને અમીર ઉમરાવોએ પણ પોતપોતાની બેઠક લીધી.
અકબર અત્યારે આચાર્યશ્રીને ધર્મોપદેશ સાંભળવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com