________________
અકબરનું ફરમાન. -
[૧૧૭]
અમારા સત્કાર માટે કઈ પણ જાતની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નથી.” એમ કહી આચાર્યો પિતાના મુકામ તરફ પ્રયાણ કર્યું અને બાદશાહે આચાર્યશ્રીની ધામધુમ સહિત પધરામણી કરવાની વ્યવસ્થા કરવા થાનસિંહને ભલામણ કરી સે છુટા પડ્યા.
પ્રકરણ ૧૭ મું.
તાજા
અકબરનું ફરમાન. અકબરનો મેળાપ થયા પછી આચાર્યશ્રી પિતાના મુકામ તરફ વળતાં આ બનાવને માટે તેમને લેશ પણ વિચાર આવ્યા નહિ. ફક્ત બાદશાહ અકબરના અ૫ સહવાસમાં તેને ધર્મ માટે શુદ્ધ, સરળ અને સત્ય પ્રેમ જેવાથી સતત વિહારને શ્રમ પણ તેઓ વિસરી ગયા.
સંવત ૧૮૩૮ના માગશર વદી ૭ ના સૂરિજીએ ગાંધારથી સીકી આવવા વિહાર શરૂ કર્યો હતો તે આપણે જાણી ગયા છીયે. વિહાર સમયે જગમાલ કે જેમણે આચાર્ય વિરૂદ્ધ ખટપટ કરી હતી તેણે માફી માગવાથી તેને મિથ્યાદુષ્કૃત આપી ઉદારતાથી ગચ્છમાં લીધે ને પોતાની સાથે આવવાની રજા આપી. ગાંધાર બંદરથી અમદાવાદ આવતાં ત્યાંના સૂબા શાહબુદિને ભારે ધામધુમથી તેમને સત્કાર કર્યો અને હીરા માણિજ્ય, મેતી, પાલખી, હાથી, ઘોડા, વગેરે જે કંઈ જોઈએ તે સર્વ આપવાને બાદશાહનું ફરમાન છે તેમ જણાવી સર્વ સામગ્રી રજુ કરી, પરંતુ સૂરિજીએ જણાવ્યું કે “અમે સંસારવિરકત ભિક્ષુકને આવી વસ્તુઓ મેહ અને પ્રમાદ વધારી પાપમાં પાડનારી છે માટે તેને ઉપયોગ કરતા નથી. આ પ્રમાણે તેઓ પિતાના શિષ્ય સમુદાયને સાથે લઈ તેડવા આવનાર કમાલ
અને મૈદી સાથે વિહાર શરૂ રાખ્યું હતું. માર્ગમાં આવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com