________________
[ ૮ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
હાથમાંનું ખંજર શય્યામાં સૂતેલા મનુષ્યની છાતીમાં ઘાંચી દીધુ. શય્યામાં સૂતેલી વ્યક્તિએ “ અલ્લા” એવી ભયંકર ચીસ પાડી.
r
•
આ ભયંકર કિકિરી સાંભળતાંની સાથે જ સલીમનું સર્વાંગ કંપી ઉડ્ડયું. તેની આંખે અંધારાં આવ્યાં અને ખન ! ખૂન ! અલ્લાહે અકબર ! એટલું ખેલતાં ખેલતાં મૂર્છાગત થઈને ધરણી પર ઢળી પડ્યો.
પ્રકરણ ૧૪ મુ.
ગયખી મદદ.
લગભગ અર્ધો કલાક પછી સલીમની મૂર્છા વળી એટલે સલીમ ધીમે પગલે લપાતા છુપાતા ત્યાંથી ચાલતા થયા. રસ્તે આવતાં આવતાં તે વિચાર કરવા લાગ્યા “ અરે! અરે! મ્હેં આ શું કર્યુ” ? ફાજલ જેવા વિદ્વાન મનુષ્યની મ્હે હત્યા કરી સવારે ફાજલના ખૂનની ખાતમી સાંભળતાંની સાથેજ શહેરમાં કેવી લેાકવાયકા ફેલાશે ! પિતાશ્રી તે બદલ કેટલા બધા દિલગીર થશે ! આ પ્રમાણે.વિચાર કરતા સલીમ પોતાના મહાલયમાં આવી ખિન્ન હૃદયે પેાતાની શય્યામાં જઈને સૂતા. શય્યામાં પડયાં પડયાં તેણે ઘણીવારસુધી તરફડીઓ માર્યા પરંતુ તેને નિદ્રા આવીજ નહિ.
વાંચનાર ! મનુષ્યનું મન એવું તેા ચલિત છે કે તે ક્યારે અને શું કરશે તેની કલ્પના સુદ્ધાં પણ થઈ શકતી નથી. આજે આપણે કાઇ વ્યક્તિઓને પરસ્પર નિકટ પરિચયી તરીકે જોઇશુ તા વળી અમુક કાળ પછી તેજ વ્યક્તિઓને આપણે શત્રુ તરીકે જોઇ શકશું. આ શું ! કાળના એવા સ્વભાવજ છે કે તેને કાઇપણ વસ્તુને એક સ્થિતિમાં રહેવા દેવી ગમતીજ નથી. સમયના વહન સાથે તેને અમુક ફેરફાર જોઈએ છીએ, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com