________________
ગયબી મદદ.
[૯] કેટલીક વખત તે એવા પ્રસંગે લાવીને ઉપસ્થિત કરે છે કે પોતે કઈ દિશા તરફ જાય છે તેનું પોતાને પણ ભાન હેતું નથી. બિચારા ફાજલે સલીમનું શું અનિષ્ટ કર્યું હતું? કંઈજ નહિ. સલીમ તેમજ આખું રાજકુંટુંબ અને ખુદ બાદશાહ પણ ફાજલ પ્રત્યે આદરબુદ્ધિ ધરાવતાં હતાં, આમ છતાંયે કાજલ જે એક નિસ્પૃહી મનુષ્ય સલીમની ક્રોધ જવાળાને ભંગ થઈ પડે. સલીમને પિતાના વૈરની પૂર્ણાહુતિ થવાથી હવે નિરાંત વળી હતી.
ત્યારે શું ખરેખર ફાજલનું ખુન થયું જ! ફાજલ જેવા બિનગુનેહગાર મનુષ્યને વધ ઈશ્વરે જાણી જોઈને જ થવા દીધો? ના, પાઠક! સલીમને પોતાના મનમાં આનંદ પામવા ઘો અથવા તે પિતાના દુષ્કૃત્ય બદલ તેને પશ્ચાત્તાપ કરવા દ્યો. ચાલો, આપણે ફાજલ કયાં છે તેની શોધ કરીએ.
પિતાના અધ્યયનનું કામ આપીને ફાજલ પિતાની પથારીમાં સૂતે અને ત્યારપછી તે એકાએક ચમકીને બેઠે થઈ ગયું હતું, એ વાત આપણે ગત પ્રકરણમાં વાંચી ગયા છીએ. શય્યામાંથી બેઠા થયા પછી ફાજલના મનમાં એકાએક કંઈ નવીજ કલ્પના ઉદભવી. તે વાંચનાલયના દ્વાર પાસે આવીને ઉભે અને આમ તેમ દષ્ટિ ફેંકવા લાગ્યો. પરંતુ કાજલ ત્યાં પાંચેક મિનિટ પણ ભાગ્યેજ ઉભું હશે એટલામાં બે ત્રણ હથિઆરબંધ માણસે ત્યાં આવી પહોંચ્યા. તેમણે ફાજલની આંખ ફરતા પાટા બાંધીને તેને મુશ્કેટાટ બાંધી લીધે અને તેને ઉંચકી લઈને તેઓ ત્યાંથી ચાલતા થયા.
થોડા સમય પછી પિતાને ઉંચકી જનારા બદમાસે કે ઉંચી નીચી જમીન પર ચાલતા હોય એવી ફાજલની ખાત્રી થઈ. પિતાની ભાવિ સ્થિતિની કલ્પના કરતાં ફાજલ જેવા અડગ અને વૈર્યશીલ કવિનું ચિત્ત પણ ડગમગી ગયું.
અલ્પ સમયમાંજ બધા બદમાસે કાજલને એક ભયરામાં મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા. ફાજલની આંખેપરના પાટા હવે છોડી નાંખવામાં આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com