SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું ૫ મું ] છે. શિવાજી ચરિત્ર નહતો. જીજાબાઈના પહેલા ખળાને છોકરે શંભાજી નાનપણથી જ તેના પિતાની સાથે રહેતો એટલે એને તે આંધળાના એકના એક આધાર લાકડીની માફક શિવાજી એ જ હતા. જિંદગીના સુખને મને જીવનના સંતોષનો એકનો એક જ આશાનો તંતુ જીજાબાઈને આ જીવનમાં જો કોઈ હોય તે તે શિવાજી જ હતા. જીજાબાઈના જીવનમાં એના પ્રેમને, માયાને, આશાને, શિવાજી એ એકલે જ વારસ હતો. બચપણમાં બાપે અને જુવાનીમાં પતિએ ત્યાગ કર્યા જેવું કર્યાથી જીજાબાઈનું જીવન સાધારણ સ્ત્રીઓ કરતાં કંઈ જુદી જ રીતનું ઘડાયું હતું. દુખ અને સંકટો વારંવાર જીજાબાઈ ઉપર પડવાથી અને એવા વારંવાર પડતા સંકટને સામને જીજાબાઈને કરવો પડતો તેથી તેનામાં નિશ્ચય, વૈર્ય, હિંમત અને સાહસ એ સદ્દગુણને ઘણે વિકાસ થયો હતો. એ બાઈ બચપણથી સ્વાભિમાનપૂર્ણ હેવાથી સંકટની વખતે પણ બીજાના મેં તરફ જઈને પોતાની દીનતા બતાવવાનું એને ગમતું નહિ અને તેથી સંકટ સામે બાથ ભીડવા માટે પિતાના પગ ઉપર તૈયાર થવાની એને આદત પડી. ૪૦ વરસ સુધીની જિંદગી એ બાઈએ એક નહિ તે બીજા અને બીજા નહિત ત્રીજા દુખમાં કાઢી. સંસારના બધાં દુખે શિવાજીના મેં તરફ જોઈને એ ભૂલી જતી. શિવાજીને પણ બચપણથી મા સિવાય બીજા કોઈનું ખેંચાણ ન હતું. મા એટલે શિવાજીને મન પરબ્રહ્મ. શિવાજીની બાળપણનો હોંસ પુરી પાડનાર અને તેને લાડ લડાવનાર એક જીજાબાઈ જ હતી. શિવાજીને પ્રેમ જીજાબાઈ ઉપર બહુ જ હતા. બચપણમાં માતા ઉપર અતિ પ્રેમ રાખનારના દાખલા ઘણું જડી આવે છે પણ આખર સુધી માતા પ્રત્યેનો પ્રેમ, તેના પ્રત્યે પૂજ્યભાવ, તેના તરફનું માન અખંડ રાખનાર શિવાજી જેવા તો વિરલા જ જડી આવે છે. “ સેવા કરાવવા માડીના અને લાડ લડાવવા લાડીના” અથવા નાના હતા ત્યારે માડીના અને મોટા થયા ત્યારે લાડીના એ કહેવત મુજબ ઘણું બને છે. જીજાબાઈ પ્રત્યેનો શિવાજીનો પ્રેમ અને માન જીજાબાઈને મરણ સુધી અખંડ રહ્યાં હતાં. જીજાબાઈને જીવનમાં શિવાજીના બચપણ સમયના અનેક બનાવે નિરાશા ઉપજાવનાર બનતા. કુટુંબમાં ઘણી વખતે રિસામણા મનામણાના ગે આવતા. કેાઈ વખતે કંઈ બનાવો બનતા તે જીજાબાઈને દિલમાં ભારે લાગી આવતું. કેઈવખતે મનને એાછું પણ આવતું. આવા સંજોગોમાં જીજાબાઈ શિવાજીના મેં તરફ જોઈ પિતાનું મન મનાવી લેતી. જીવનમાં ભારેમાં ભારે સંકટની ઘડી હોય તે પણ શિવાજીની મુખમુદ્રા એ એને (જીજાબાઈનો) મોટામાં મેટે દિલાસે હતે. શિવાજીના બાલખેલ તરફ અને એની દરેક હિલચાલ તરફ જીજાબાઈની બહુ ઝીણી નજર રહેતી. શિવાજી કેવી રમત રમે છે, રમવામાં કેટલે ચાલાક છે, એના ગોઠિયા કે કોણ છે, કેવી ચાલ ચલગતને છે વગેરે બાબતોની ચક્કસ તપાસ જીજાબાઈ રાખતી. બચપણની રમતમાંથી પણ થોડે ઘણે અંશે બાળકની પરીક્ષા થઈ શકે છે અને બાળકના ભવિષ્યની જવાબદારી જેને શિરે હોય તે આ નાની નાની બાબતોમાંથી એ બાળકના સંબંધમાં ઘણું જાણી લે અને જ્યાં જ્યાં એ બાળકને ટકો ઘટે ત્યાં તુરત ટેકીને સુધારે અને જ્યાં ઠપકાની જરૂર હોય ત્યાં ઠપકે દઈ ખરાબ ટેવો પડતી અટકાવે. જીજાબાઈ અને દાદાજી કેનદેવ શિવાજીના વર્તન તરફ બહુ કાળજી રાખતા અને ઝીણી ઝીણી બાબતની પણ તપાસ કરતા. જેમ જેમ શિવાજી મોટો થતો ગયો તેમ તેમ જીજાબાઈને મનમાં ખાત્રી થતી ગઈ કે આ છોકરો કુળનું નામ તારશે અને ડૂબતા હિંદુ ધર્મને તારણહાર થશે. જીજાબાઈ અનુભવથી એ પણ શીખી હતી કે શિવાજીનું જીવન ઘડવું એના જ હાથમાં હતું અને એ ઘડવાને કાળ પણ આ જ હતો. શિવાજીનું જીવન જીજાબાઈએ ઘડયું તેમાં દાદાજી કેન્ડદેવની ખાસ મદદ હતી. જીજાબાઈમાં હિંદુત્વને જુસ્સે છર્વત અને જાજ્વલ્યમાન હતો. પોતાને આ જીવનમાં, આ દુનિયામાં જીવ કરતાં પણ વહાલામાં વહાલી ચીજ જે પિતાનો પુત્ર તેને હિંદુત્વના રક્ષણ માટે ભયંકર જોખમમાં ઉતારવા જીજાબાઈ તૈયાર થઈ. જીજાબાઈએ નિશ્ચય કર્યો અને આ કુમળી ડાળને આ મહાભારત કામ માટે ઉપયોગી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy