SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું નીવડે એવી રીતે વાળવાનું શરૂ કર્યું. પિતાના પંચપ્રાણથી પણ અધિક એવો આ વહાલે દીકરો શિવાજી ગૌમાતાને સાચો પ્રતિપાલક નીવડે, દેવમંદિરોની રક્ષા કરે, હિંદુ સ્ત્રીઓની ઈજજત સાચવે, યવનેની બદમાસી અને દુષ્ટ કૃત્ય માટે તેમને સજા કરી હિંદુધર્મને તારણહાર બને એવી માતા જીજાબાઈની ઉત્કટ ઈચછા હતી. હિંદુત્વ રક્ષણનું, દેવમંદિરોના રક્ષણનું, આર્યાવર્તની આર્યાઓના શિયળરક્ષણનું કામ કરવા માટે જુસ્સો શિવાજીને જીજાબાઈએ ધાવણમાં જ પાયે હતા એમ કહીએ તો ચાલે. શિવાજીની નસમાં માતૃપક્ષ તરફથી દેવગિરિના યાદવ રાજાઓનું ખૂન અને પિતપક્ષ તરફથી મેવાડના રાણાઓનું લેહી વહ્યા કરે છે અને હિંદુત્વરક્ષા માટે જ એને અવતાર છે એ વાત જીજાબાઈ આ બાળકના મગજમાં એનું જીવન ઘડાતું હતું તે વખતે તાજીને તાજી જ રાખવાને હંમેશા પ્રયત્ન કરતી. શિવાજી બહાદુર, વીર, સાહસિક, મુત્સદ્દી અને હિંમતબાજ યોદ્ધો બને અને દશે દિશાએ એની હાક વાગે, એની આણ વર્તે, એ પૃથ્વીમાં પકાય એ મહત્વાકાંક્ષા જીજાબાઈની હતી. પોતાને દીકરે એક મહાન પ્રતાપી હિંદુ રાજા થાય એવી જીજાબાઈની ઈરછી તે હતી જ પણ તેની સાથે એની એવી પણ ઈચ્છા હતી કે એ બહુ ઉચ્ચ ચારિત્રવાળે અને રાજકાજ તથા રાજદ્વારી કાવાદાવામાં પહોંચેલે એક આદર્શ નમૂનેદાર રાજા નીવડે. પુરુષનાં જીવન માટે, તેના ચારિત્ર માટે, તેના સદ્દગુણ અને દુર્ગુણો માટે અને ટુંકમાં કહીએ તે દરેક માણસના ઘડતર માટે બીજાં બધાં સગાં સંબંધી કરતાં તેની માતા અથવા બચપણથી એ જેના ખેાળામાં ઉછેરાયો હોય, મેટો થયો હોય, ફૂલ્યો ફાલ્યો હોય, તે સ્ત્રી પછી તે મા હેય, બેન હોય, ભાભી હોય કે માશી હોય, જેણે બચપણમાં માતાની ગરજ સારી હોય તે સ્ત્રી જવાબદાર ગણાય, બાળકના કમળા મન ઉપર એને લાડ લડાવનાર, એના કેડ પૂરા પાડનાર, એની હઠ સંતોષનાર માતા જે સારી નરસી અસર પાડી શકે તેવી અસર બીજા કેઈથી પડે નહિ. પ્રેમથી લાડ લડાવનાર માણસે બચપણમાં દીધેલી શિખામણે તે કેટલીક વખતે એટલે ઊંડે ઊતરી જાય છે કે એ શિખામણને લીધે અણી વખતે, કટોકટીને વખતે માણસના જીવનનું પરિવર્તન થઈ જાય છે. માણસ પતિત થતા અટકે છે. માતાની બાળક પ્રત્યેની બેદરકારીથી બાળકને સહન કરવું પડે છે, માતાને વેઠવું પડે છે, કુટુંબને તેથી વીતે છે અને એ રીતે દેશને પણ તેટલા પ્રમાણમાં નુકશાન થાય છે. માતાએ જવાબદારીથી બહુ કાળજી રાખી શિવાજીનું જીવન ઘડયું તેથી આખા દેશને ફાયદો થયો.. જે દેશમાં માતા પિતાના બાળકના ભવિષ્ય ઉપર નજર રાખવાનું ભૂલી જાય છે, જે દેશમાં લાડકવાયા બાળકના કેડ પૂરા પાડવા માટે માતાઓ લે મેલ કરી મૂકે છે. પણ એના ભવિષ્યના સારાસારો વિચાર કરવાનું ભૂલી જાય છે, બાળકને જન્મ આપીને જેમ તેમ કરીને એમને મોટા કરવાથી જ માતાની ફરજ પૂરી થાય છે એવું જે દેશમાં મનાય છે, જે દેશમાં માતા ખોટા લાડ લડાવી બાળકને મોઢે ચડાવી તેનું જીવન બગાડે છે, તે દેશની પ્રજા પડે છે, તેની દુર્દશા થાય છે. સ્ત્રીઓને તેમની ફરજનું ભાન ન હોવાથી આખા દેશને જમાના સુધી દુખ વેઠવાં પડે છે. પ્રસંગ ઊભો થયો છે એટલે હિંદમાં આ જમાનામાં બાળ ઉછેર માટે માતાઓની બેદરકારી સંબંધી એકાદ વાક્ય લખી દેવાનું મન થાય છે. હિંદની આજની દુર્દશાનાં અનેક કારણો છે પણ બાળકોનાં જીવન ઘડવામાં માતાની બેદરકારી એ પણ કેટલેક અંશે જવાબદાર છે એ કહ્યા સિવાય નથી રહેવાતું. કઈ ધાવણું બાળકને વધારે રડવાની ટેવ હોય અને તેથી માતાને કામકાજમાં ખલેલ પહોંચે છે માટે કેટલીક માતાઓ એવાં બાળકોને લાંબો વખત સુધી સુવાડી રાખવા માટે અફીણની ગોળી ગળાવવાની ટેવ પાડે છે, એવી માતાઓ, તેમજ આયાને કે નાકને બાળક સેપી પછી તે પ્રત્યે તદ્દન બેદરકાર બની આખા ગામની કુથલી કૂટવાનું કામ લઈ બેસનાર અથવા બીજા કામમાં મશગુલ થઈ જનાર માતાઓ દેશની પ્રજાને મજબૂત અને સંસ્કારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy