SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ પ મુ‘ સંગમનેર, ત્રંબક, બિજાપુર, જીન્નર, પૂના, કાંડાણા, અને માહુલી વગેરે અનેક સ્થળેાનાં ઐશ્વ, વૈભવ, સુખ, સંકટા, આફત, અડચણા, દેોડધામ, પકડાપકડી, લડાઈ, ખૂન, ઘેરા, છાપા, યુદ્ધો, વગેરે અનુભવ્યાં હતાં. લડાઈ સિવાયની રાજકારણની બધી બાબતામાં જીજાબાઈ અનેક પ્રસંગેાના વિધ વિધ રીતના અંગત અનુભવને લીધે પાવરધાં થયાં હતાં. જહાંગીર, શાહજહાન, ઈબ્રાહીમ આદિલશાહ, મહમદ આક્લિશાહ, ચાંદખીખી, મલિકબર, ક્રુત્તખાન, લાદી, મહેાબતખાન, નૂરજહાન, અસ ્ખાન, ખવાસખાન, મુસ્તુફાખાન, મુર્તિઝાનિઝામશાહ, બેગમ સાહેબ, બડી બેગમ, મુરાર જગદેવ, ચતૂર સાબાજી, વગેરે મુગલાઈ, નિઝામશાહીના અને આદિલશાહીના પ્રસિદ્ધ મુત્સદ્દી રાજદ્દારી પુરુષોના ગુણદોષ, તેમના રાજકીય પેચ અને પેત્રા વગેરે પ્રત્યક્ષ અનુભવવાની તક જીજાબાઈ ને મળી હતી અને માલેાજી, સિંહાજી, વિઠાજી, ખેલાજી, લખુજી, અચલાજી, વગેરે સસરા તરફના અને પિયેરના પુરુષોનાં રાજકારણુ અને પ્રકૃતિ અનુભવ એને થયા હતા. જ્યારે જ્યારે જીજાબાઈ ના પતિ લડાઈ ઉપર જતા અને તે વખતે જ્યારે જ્યારે જીજાબાઈ સાથે જતી ત્યારે ત્યારે લડાઈ એ પ્રત્યક્ષ જોવાની તક એ ગુમાવતી નહિ. પતિનો ગેરહાજરીમાં ઘણી વખતે એણે પોતાના મુલકનો કારભાર પણ ચલાવ્યેા હતેા ” (રા. મા. વિ. ૮૦). '' જીજાબાઈ બહુ સ્વમાની ખાઈ હતી. પતિની સહજ અણમાનીતી હતી છતાં પણ પોતાના પતિની સાથે એનાં પિયેરિયાંઓને અણબનાવ હાવાથી સંકટ સમયે પણ એણે પિયેર જવાની ના પાડી હતી. જીજાબાઈ તે લખતાં વાંચતાં આવડતું હતું. જીજાબાઈ ને હિંદુ ધર્મનું ભારે અભિમાન હતું. હિંદુત્વને જીસ્સા શિવાજીને ગળથૂથીમાં જીન્નબાઈ એ જ પાયા હતા. પેાતાની નસામાં યાદવ કુળનું અને સિસાદિયાનું શુદ્ધ હિંદુ લાહી વહે છે અને હિંદુત્વના રક્ષણ માટે, હિંદુ ધર્મના બચાવ માટે, હિંદુ એની ઈજ્જત સાચવવા માટે, ગાય અને બ્રાહ્મણનું પાલન કરવા માટે પોતે જન્મ્યો છે અને તે કામ જિંદગીમાં ભારેમાં ભારે જોખમ વેઠીને પણ પૂરું કરવાનું છે એ ભાવના શિવાજીમાં જીજાબાઈ એ તાજીને તાજી જ રાખી હતી. હિંદુત્વની રક્ષા માટે ઉપયાગી થઈ પડે એવી જ તાલીમ એણે શિવાજીને આપી હતી. શિવાજીના કામમાં જીજાબાઈની પ્રેરણા હતી. ૩. શિવાજીનું અચપણ અને શિક્ષણ શિવાજી મહારાજે બચપણુ કયાં ગાળ્યું એ ઇતિહાસ ઉપરથી સહેલાઈથી કહી શકાય એમ છે. મહારાષ્ટ્રને ઇતિહાસ અને સિંહાજીના જીવનનાં પાનાં તપાસતાં એમ કહી શકાય કે ઈ. સ. ૧૬૨૭ માં જન્મ્યા પછી લગભગ ૧૬ ૩૨-૩૩ સુધી શિવાજી શિવનેર અને જીન્નરમાં રહ્યા. ઈ. સ. ૧૬૩૩-૩૪ માં જીગ્નબાઈ સાથે શિવાજી બાયઝાપુરમાં હતા અને ત્યાંથી જ મુસલમાન સરદાર મહાલદારખાને આ બન્ને મા દીકરાને પકડી મુગલ સરદાર મહેાબતખાન આગળ રજૂ કર્યાં હતા. ત્યાંથી છૂટા પછી શિવાજી અને જીજાબાઈ કાંડાણાના કિલ્લામાં રહ્યાં હતાં. ત્યાર પછી થાડા કાળ સુધી જીન્નબાઈ અને શિવાજી, સિંહાજી સાથે માજુલીના કિલ્લા ં રહ્યાં હોવાં જોઈ એ. ઈ. સ. ૧૬૩૬ ની સાલમાં કે એ સાલની અધવચ કે આખરમાં જીજાબાઈ અને શિવાજી, સિંહાજી સાથે તેની પૂનાની જાગીરમાં રહ્યાં હશે એમ ચોક્કસ અનુમાન થઈ શકે. ઈ. સ. ૧૬૪૦-૪૭ સુધીના વરસેામાં સિંહાજી તેા બિજાપુર, કર્ણાટક, એંગલાર વગેરે ઠેકાણે હતા એટલે પિતાને મળવા માટે શિવાજી પોતાની મા સાથે ઘણી વખતે બિજાપુર આવજા કરતા. એ વરસે દરમ્યાન જીજાબાઈ અને શિવાજી સિંહાજીને મળવા માટે કર્ણાટક અને એગલેર ગયાનું પણ જણાય છે. જીજાબાઈનું જીવન બચપણથી જ બહુ દુખી હતું. લખુજી જાધવરાવ અને સિંહાજના વિગ્રહને લીધે એટલે સસરા જમાઈ અથવા જીતભાઈના પિતા પતિના અણબનાવને લીધે નાની ઉમરમાં જ એ બાઈ ને બિચારીને પિયેર પારકું થયું હતું. સિંહાજીએ બીજા લગ્ન પછી તેની સાથે સંબંધ રાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy