SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું જરૂર છે એ મહમદ આદિલશાહ જાણતો હતો. નાત્રીમળને સંદેશ સાંભળી બાદશાહ બહુ ખુશ થયે અને તેણે સિંહાને પિતાના દરબારમાં આવી બિજાપુર બાદશાહતની સેવા સ્વીકારવા આમંત્રણ મેકહ્યું સિંહાજીની માગણી સ્વીકારાઈ અને તે આદિલશાહીમાં જવા તૈયાર થયો. જેણે સ્વતંત્ર રાજાના માફક રહીને નાશ પામેલી નિઝામશાહી ફરીથી સ્થાપીને આખી નિઝામશાહી સુંદર રીતે ચલાવી. જેની હાક ઠેઠ દિલ્હીના તખ્ત સુધી પહોંચી તેવા પુરુષને આદિલશાહીમાં જવું મનથી ગમતું ન હતું પણ સંજોગ પ્રતિકુળ હોવાને લીધે સાધનો હોવા છતાં સિંહાઇ સ્વરાજ્ય સ્થાપી શકે એમ ન હતું એટલે એને આદિલશાહીની સેવા સ્વીકારે જ છૂટકે હતા. સિંહાની પાસે આ વખતે મેટું લશ્કર હતું. હાથી, ઊંટ, તપ, વગેરે પણ હતું. એક સ્વતંત્ર બાદશાહીને સરંજામ એના કબજામાં હતા. આ બધે સરંજામ લઈને બિજાપુર જવું સિંહાજીએ દુરસ્ત ધાર્યું નહિ. પિતાના લશ્કરમાંથી ચૂંટી કાઢેલા ચુનંદા યોદ્ધાઓનું એક નાનું લશ્કર બનાવી પિતાની સાથે લેવા માટે તૈયાર કર્યું અને બાકીના લશ્કરને રૂખસદ નહિ આપતાં પિતાની જાગીરના મુલકે ઉપર વહેંચી નાખ્યું. હાથી, ઘોડા, ઊંટ, તપો વગેરેની પણ એવી જ ગોઠવણ કરી. પિતાની જાગીરના મુલકની બરાબર વ્યવસ્થા કરીને તેમને મજબૂત બનાવીને સિંહાએ આદિલશાહી તરફ કૂચ કરવાનું નક્કી કર્યું સિંહાજી પાસે ઘણા નિમકહલાલ અને વિશ્વાસ મુત્સદ્દીઓ હતા. તેમાંથી હકુમતે, અત્રે, ચતુર, ઉપાધ્યાય, પુરોહિત વગેરેને સાથે રાખવાનું નક્કી કર્યું. બાકીના મુત્સદીઓને પોતાની જાગીરના જુદા જુદા ભાગની જવાબદારી વહેંચી આપી. ૧. દાદાજી કેડદેવને પૂના પ્રાંત, ૨. હિલાલ હબશીને પુર પ્રાંત, ૩, ફિરોજ નરસાળાને ચાકણુ પ્રાંત, ૪. શંભાજી મોહિતે ને સૂપ પ્રાંત, અને નીલકંઠરાવ સરદારને પુરંધર પ્રાંત. આમ પિતાના વિશ્વાસુ સરદારોને પોતાની જાગીરના પ્રાન્ત સંપ્યા અને દરેક સરદારે તેને બહુ કાળજીપૂર્વક કારભાર કરી આવકની રકમમાંથી કરજ અને ખરચ બાદ જતાં બાકી રહેલું નાણું દાદાજી કદેવને ત્યાં જમે કરવા સિંહાએ સરદારને સૂચનાઓ આપી હતી. સિહાજી આદિલશાહીમાં જવા નીકળે ત્યારે તેને કુટુંબ કબીલે કેટલો હતો તે જાણવાની વાચકને ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સિંહાજી મુગલ સાથેના વિગ્રહમાંથી પરવાર્યા પછી આદિલશાહીમાં જવા નીકળ્યા ત્યારે એમના કટુંબમાં એમના ખાસ સગાં, ઘરના છોકરાં, બેરી વગેરે મળીને ૧૦ માણસે હતાં. સિહાજીની ધમપત્ની જીજાબાઈ તેને બીજો પુત્ર શિવાજી અને શિવાજીની બેન મળીને ત્રણ માણસને પૂનાની જાગીર ઉપર દાદાજી કેડદેવની દેખરેખ નીચે રાખવામાં આવ્યાં હતાં. આ ત્રણ જણ બિજાપુર જતાં આવતાં ૫ણું એમનું રહેઠાણ તો પુનામાં જ હતું. મોટો છોકરો શંભાજી, બીજી સ્ત્રી તુકાબાઈ તેને છોકરો શ્રેજી (એજી) વગેરે બધા સિંહાજીની સાથે જ રહેતાં. આવી રીતે કુટુંબના માણસને બંદેબસ્ત કરવામાં આવ્યું હતું. - આ વખતે ચરિત્ર નાયક શિવાજીની ઉમર આસરે ૧૦ વરસની હતી અને જીજાબાઈની ઉમર આસરે ૪૦ વરસની હતી. આવી રીતે જીજાબાઈ, શિવાજી તથા તેની બેનને પૂનામાં દાદાજીની સંભાળમાં થયાં. ગ્રાન્ટડક લખે છે તેમ સિંહાજી, જીજાબાઈ, શિવાજી વગેરે બધાંને લઈને બિજાપુર આવ્યો અને બિજાપુરમાં શિવાજીનું લગ્ન થયા પછી જીજાબાઈ વગેરે પૂને ગયાં. પોતાની જાગીર, લશ્કર, સગાં વગેરેને વ્યવસ્થિત બંદોબસ્ત કરી સિંહાએ આદિલશાહી તરફ પ્રયાણ કર્યું. સિહાજી આદિલશાહીમાં દાખલ થવા આવ્યું ત્યારે બિજાપુરના બાદશાહે એને વિધવિધ રીતે સત્કાર કર્યો. બિજાપુર શહેરની બહાર એક સુંદર બગીચામાં જલસે કર્યો અને સિંહાજી જાણે પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy