SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું] છે. શિવાજી ચરિત્ર પૂરેપુરું પતન થયું એમ શાહજહાને માન્યું. એ અંગારે છે અને ધારે ત્યારે આગ ભડકાવી મૂકવાની એનામાં શક્તિ છે એ પણ શાહજહાન જાણતા હતા. એ બધી બાબતોનો વિચાર કરી શાહજહાને સિંહજીને જવાબ આપ્યો હતો. આ વખતે સિંહાજી પિતાના ૧૦-૧૫ હજાર માણસના ચુનંદા લશ્કર સાથે પિતાને પ્રિય એવા પના પ્રાન્તમાં જઈ રહ્યો અને ત્યાંથી આદિલશાહી સાથે સંદેશા ચલાવ્યા. આ બનાવ સંબંધમાં મિ. ક્રિકેડ અને પારસનીસ કૃત History of Maratha people માં નીચેની મતલબેનું લખ્યું છે –“ લાંબા વખત સુધી ધમાધમી ચાલ્યા પછી ઈ. સ. ૧૬૩૬ ના અકટોબરમાં શહાજી (સિહાજી) એ સલેહ માટે કહેવડાવ્યું. મગલેને નિઝામશાહીને બાળ બાદશાહ અને બાકી રહેલા ૬ કિલ્લાઓ સોંપી દેવાની શરતે મુગલેએ આ કહેણ સ્વીકાર્યું. આ થયા પછી બિજાપુરની નોકરીમાં સિંહાને દાખલ કરવા સામેનો વાંધો શાહજહાને જતો કર્યો. ” આ બનાવના સંબંધમાં છે. રાઉલીનસન “ Shivaji ”ના ૨૮ મા પાનમાં નીચેની મતલબનું લખે છે:-“ દક્ષિણમાંને વિગ્રહ સંકેલી લેવા માટે શાહજહાનને ઉતાવળ હતી તેથી તેણે બિજાપુરની નોકરીમાં જોડાવાની શરતે સિંહાજીને જતો કર્યો.” ૪. ફરી પાછી આદિલશાહી. ' મુગલ સાથેના યુદ્ધમાંથી પરવાર્યા પછી સિંહાજી લશ્કર સાથે પૂના પ્રાન્તમાં આવીને રહ્યો પણ એને દિલમાં આરામ નહતા અને નિરાંત પણ નહતી. લશ્કરને નવરું રાખવું એ માલિકને નુકસાનકારક નીવડે છે એ સિંહાજી બરાબર જાણતો હતો. વિદ્યા, હથિયાર અને લશ્કર એ ત્રણે તે વપરાતાં જ સારાં એમ એ અનુભવથી શીખ્યો હતો. હથિયાર નાખી મૂકયે કટાય છે, વિદ્યા વાપર્યા વગર ભૂલ લશ્કર પણ નવરું હેય તે “નવર બેઠે નખેદ વાળે” એવું કરવાને સંભવ હોય છે. સિંહાજીએ વિચાર કર્યો કે આ લશ્કરને કામ નહિ આપવામાં બહુ જાતનાં નુકસાન વહોરી લેવા જેવું છે. દક્ષિણમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે સાધનો તૈયાર છે પણ સ્થિતિ નથી એટલે એ વિચાર માંડીવાળી આદિલશાહીમાં જોડાઈ જવું અને ત્યાં રહી જાગીર વગેરેમાં વધારો કરી કુળની કીર્તિ વધારવાનો પ્રયત્ન કરે એ નિશ્ચય સિંહાએ કર્યો. આદિલશાહીમાં જોડાવાનો વિચાર નક્કી કર્યા પછી સિંહાએ પોતાનો વિશ્વાસ મુત્સદ્દી નારેત્રીમળ હણુમતે મુજુમદારને, પિતે આદિલશાહીની સેવા માટે આવવા ખુશી છે એ સંદેશા સાથે બિજાપુરના બાદશાહ પાસે મેક (શિવદિગ્વિજ્ય-૫૦ ). મુગલેએ આદિલશાહીનાં હાડકાં ભાંગી નાખ્યાં હતાં. આ વખતે આદિલશાહીમાં ન હતું શૌર્ય કે ન હતું ડહાપણુ. આ બન્ને સદગુણને અભાવે રાજ્યને રથ સખળડખળ થઈ ગયો હતો. આ વખતે આદિલશાહીમાં અવ્યવસ્થા પ્રવર્તી રહી હતી. લશ્કર તદ્દન અયવસ્થિત બની ગયું હતું. રાજ્ય વ્યવસ્થામાં પણ તે વખતે પોપાબાઈનું રાજ્ય ચાલી રહ્યું હતું. ટૂંકમાં કહીએ તે આદિલશાહીની દશા બેઠી હતી અને આદિલશાહી ખાટલે પડી હતી. રાજ્યની આવી નબળી દશા થઈ હતી તેમાં વળી નિઝામશાહી તૂટી તેને મુલક, વહેંચણીમાં આદિલશાહીને ભાગે આવ્યો. તે મુલકને માંદી આદિલશાહીને તે ભાર જ થયો. નિઝામશાહીને મુલક આદિલશાહીને મળ્યો તે તે ક્ષીણ થઈને મરણ પથારીએ પડેલા માંદા માણસના ગળામાં વજનદાર હીરાને હાર ઘાલવા જેવું થયું. કર્ણાટકના મુલકમાં ઉપરાઉપરી બંડે થતાં જતાં હતાં. આ બધી અવ્યવસ્થા દૂર કરી રાજ્યનું ગાડું પાછું સીધે સીધું ચલાવી શકે, બંડખોરોને દાબી શકે, લશ્કરને પાછું સત જ કરી શકે, નવા મળેલા મુલક પચાવી આદિલશાહી રાજ્યમાં વ્યવસ્થા આણી શકે એવા બુદ્ધિશાળી, રાજ્યકારી અને પ્રભાવશાળી પુરુષની બિજાપુરની બાદશાહતને જરૂર હતી. આદિલશાહીમાં સરદારી સ્વીકારવાને સિહાજીને સંદેશ મળ્યાથી બિજાપુરના બાદશાહને મરણ વખતે ધન્વતરિ મળવા જેવું થયું. સિંહાજી જેવા સરદારની પોતાના રાજ્યમાં આ વખતે ભારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy