SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું ] છે. શિવાજી ચરિત્ર સાથેની સરતા પ્રમાણે આદિલશાહીને મળ્યા કર્યાં અને લશ્કરના સર્જામ ખર્ચ માટે ( રા. મા. વિ. ૭૯. ). એવી રીતે શક જોડાયા ( રા. મા. વિ. ૮૦. ). ખરારિયા હૅાય એવું માન આપી તેની મુલાકાત લીધી અને સિંહાજીની જાગીરના કેટલાક મુલક મુગલા ગણાય તે બધા સિંહાજીને મહમદ આદિલશાહે પરત કનકગિરિ વગેરે પ્રાન્તા સિંહાને વધારામાં આપ્યા ૧૫૫૯ ઈ. સ. ૧૬૩૭ માં સિંહાજી આદિલશાહીમાં ૫. સિંહાજીના કળજામાં કર્ણાટક, આર્થિક અવનતિમાં આવી પડેલા કાઈ સરદારને હાથી ભેટમાં આપવાથી એના મનની જે દશા થાય છે તે દશા નિઝામશાહીના મુલક મુગલાએ મહમદ આદિલશાહને આપ્યા ત્યારે તેના મનની થઈ હશે. મુલક અને સત્તા કાને ન ગમે ? મહમદ આદિલશાહને એ મુલક મળ્યાથી આનંદ તે કુદરતી રીતે થયા હશે પણ મળેલા મુલકના બંદેોબસ્ત કરવાનું કામ બહુ ભારે હતું અને એ ભાર માથા ઉપર આવી પડવાથી મળેલા મુલક માટેને આનંદ આથમી એની નબળી દશામાં એને ભાર લાગ્યા હશે. મુગલા તરફથી નવા તહનામાની રૂએ મળેલા ભીમા અને નીરા નદીની વચ્ચેના મુલકને સુવ્યવસ્થિત કરવાનું કામ બિજાપુરના બાદશાહે સરદાર મુરારપતને સાંપ્યું હતું. આ મુરારજગદેવ અને સિંહાજીને બાપ બેટાને નાતેા હતા. જે મુલકને સુવ્યવસ્થિત કરવાના હતા તે મુલકના સિંહાજી મિયા હતા એટલે મુરારજગદેવે સિંહાજીને પેાતાની મદદમાં બાદશાહ પાસેથી માગી લીધા. સિંહાજી લડાઈમાં જેવા બહાદુર અને બાહાશ હતા તેવા જ રાજ્ય વ્યવસ્થામાં દીર્ઘદૃષ્ટા અને કામેલ હતા. બાદશાહે સાંપેલું કામ અણુધારી ત્વરાથી બહુ જ સંતાષકારક રીતે મુરારપંતે પાર પાડયુ તેથી બિજાપુર સરકાર મુરારપંત ઉપર ખુશ થઈ. સિંહાજીની કાર્યકુશળતા અને કુશાગ્ર બુદ્ધિના પૂરેપુરા અનુભવ મુરારપતને આ વખતે થયેા. મુરારજગદેવને સિંહાજી માટે માન હતું પશુ અવ્યર્વાસ્થત થઈ ગયેલા મુલકામાં વ્યવસ્થા સ્થાપવાના કામમાં એ અત્યંત કુશળ છે એના અંગત અનુભવ તે મુરારપતને આ વખતે જ થયા. બાદશાહે સાંપેલા કામમાં મુરારજગદેવને જે યશ મળ્યા તે સિંહાજીની સેવાને પરિણામેજ હતા એની મુરાર જગદેવની ખાત્રી થઈ ગઈ હતી અને તે એટલે સુધી કે એ વાત એણે બાદશાહ આગળ પણ વારંવાર કરી બતાવી. એણે બાદશાહને ચેાખ્ખું ચાખ્ખું કહી દીધું હતું કે સિંહાથની મદદ નહાત તે સાંપેલું કામ એટલી ત્વરાથી અને એટલે દરજ્જે સંતાષકારક ન થઈ શકત. મુરારજગદેવે મુક્તકંઠે દરબારમાં સિંહાજીનાં કરેલાં કામ માટે વખાણ કર્યા.એની દીર્ધદષ્ટિ, સ્વામિનિષ્ઠા, ચાતુર્ય, ડહાપણ અને કાર્યદક્ષતાના દાખલાએ બતાવી મુરારપંતે દરબારમાં સિંહાજીને ટિત માન આપ્યું. મુરારજગદેવે બાદશાહને ખાનગીમાં જણાવ્યું કે “ સિંહાજી તેા અણી વખતે બાદશાહતના ભલા માટે કુદરતે માકલેલું અણુમેાલું રત્ન છે. એના જેવા રાજ્યરધર પુરુષ ખાળ્યે પણ જડવાના નથી. બાદશાહતને સારે નસીબે એ હાથ લાગ્યા છે, તેા તેના કામની કદર કરી એનું ગૌરવ વધારી એને અપનાવવામાં રાજ્યનું શ્રેય છે. અનાયાસે આવી મળેલ નરરત્નને સભાળવામાં જ આપણા રાજ્યના ઉદ્દય છે, રાજ્યની મજબૂતી છે, રાજ્યની મહત્તા અને શક્તિ છે.' મુરારજગદેવ સામાન્ય સરદાર ન હતા. એ કસાયેલે અને પાકટ મુત્સદ્દી હતા. એના શબ્દનું બાદશાહ પાસે ભારે વજન હતું. મુરારજગદેવે કરેલાં વખાણુ બાદશાહને ગળે ઊતર્યા. સાધારણ માણુસની અને પેાતાને અંગત ખાત્રી થયા સિવાય કાઈની ભલામણ કે સિફારસ કરે એવા મુરારજગદેવ ન હતા એ બાદશાહ અનુભવથી જાણતા હતા. મુરારપંતની સિંહાજી સબંધીની સિક્ારસ બાદશાહે સ્વીકારી અને એને બાદશાહના મનમાં ઊંચું સ્થાન મળ્યું. << વાણી મધુરી આચરે, પડે પજરે કર ” એ પ્રમાણે સિંહજીનુ થયું. દરખારમાં કાઈ સરદારનાં જ્યારે બહુ વખાણ થાય ત્યારે એને ગળે ભારે જોખમનાં કામેા આવી પડે છે એ કુદરતી કાનૂન હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy