SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૩ મું ૪. દીપાબાઈએ દીપક પ્રકટા, બૅકેજી રાજા ભોંસલેને શિવાજી મહારાજનો પત્ર મળ્યો. મહારાજનો પત્ર વાંચી લંકેજી ગમગીન થઈ ગયો. એ બેચેન બની ગયો હતો. સ્વાથી ખુશામતખોરોએ શિવાજી મહારાજ માટે એના હૃદયમાં રેડેલું ઝેર ઉછાળા મારી રહ્યું હતું. આપમતલબીઓએ એના મગજમાં ઘુસાડેલું ભૂત હજુ નરમ પડયું ન હતું. એનાં ખેટાં વખાણ કરી એને ચકડોળે ચડાવી કેટલાક સ્વાર્થી અને આપમતલબીઓએ પિતાને સ્વાર્થ સાધવાના હેતુથી એની ( બૅકેજીની ) શક્તિ, એને પ્રભાવ, એની કીર્તિ અને એના મસહીપણાને એને આપેલો ખ્યાલ એના મગજથી પૂરેપૂરો દૂર થયા થયા ન હતા. આ બધા વિચાર અને ખ્યાલોને લીધે એના હૃદયની અને મગજની ખેંચતાણ થઈ રહી હતી. “મમાં આવેલે વિજયનો કોળીઓ એ હરામખોર સંતાછ પડાવી ગયો’ એ વિચારથી એ અતિશય ક્રોધે ભરાયો હતો પણ એની અશક્તિનું સહેજ ભાન લડાઈને પરિણામ ઉપરથી એને થયું હતું એટલે એ નાસીપાસ થયો હતે. ચિંતાતુર દશામાં બૅકેજી વખત વ્યતીત કરવા લાગ્યો. એની નજર સામે હારતા લશ્કરના નાસી જતા સિપાહીઓનો અને લંટાતી છાવણીને ચિતાર તાજો જ ખડે હતે. ‘ મારા લશ્કરની ખરાબી થઈ. રણગર્જના કરતા, વીરનાદ કરી રામરાંગણમાં સમશેર ચલાવતા મારે શૂર સિપાહીઓને દુમિને કાપી નાંખ્યા; ભરનિંદ્રામાં પડેલા, વિજયનો આનંદ ભોગવી સુખેથી આરામમાં ઊંધી ગયેલા, વિજય દરબારના આનંદી અમો સેવતા મારા સિપાહીઓની કતલ થઈ થોડા કલાક પહેલાં જ વિજય મેળવેલા લશ્કરને દુશ્મને રફેફે કરી નાંખ્યું. મારા હાથી, મારી સવારીને શોભાવનાર, મારા મહેલના ચોગાનને દીપાવનાર ગજરાજ સંતાળ પડાવી ગયે. ભલભલાની નજર લાગે એવા હષ્ટપુષ્ટ, થનથનાટ કરતા, ચારે પગે કુદતા, મારી પોતાની ખાસ ઘોડારમાં જેની સેવા થતી, જે મારા રાજ્યના શણગાર૩૫ હતા તે સંખ્યાબંધ સતેજ ઘેડાઓ શિવાજી રાજાના હાથમાં ગયા. મારા સુશોભિત શમિયાણ, આકર્ષક તબુ, નાની નાની રાવટીઓ અને મારી સવારીને શોભાવનારી સર્વ ચીજો દુશ્મન લૂંટી ગયો. લડાઈમાં કતલ થયેલા સિપાહીઓની વિધવાઓ, એમનાં મરણથી નિરાધાર બનેલી એમની ઘરડી માતાઓ, એમનાં મરણથી ધ્રાસ્કો ખાઈને બેબાકળા બનેલા એમના વૃદ્ધ પિતાઓ, નબાપા થયેલા બાળકે મારી પાસે આવી માથાકુટી છાતીપીટી વિલાપ કરે છે, એધાર આંસુએ રડે છે. એ દેખાવ મને ભારે દુખ દે છે. એ સર્વેને મારે શું કહેવું? હું તો બહુ જ મૂંઝાયો છું. મને હવે કેાઈ જાતની સૂજ નથી પડતી. હું બેબાકળો બની ગયો છું. આવી સ્થિતિમાંથી હવે રસ્તે શે કાઢ અને શી રીતે કાઢો તેની મને ગમ નથી પડતી. શિવાજી રાજા ભાગ લીધા સિવાય છાડવાના નથી. મને ચડાવીને શિવાજી રાજા સામે જેઓએ મક્કમ કર્યો તે બધા અણીને વખતે ખસી ગયા. હવે જે હું ફરી લડાઈ કરીશ તે પાયમાલ થઈ જઈશ. રઘુનાથપંત હણમંતે મારી સંપત્તિનું બધું જાણે છે. એ બધી વાતને ભેમિયો છે. એ આજે શિવાજી રાજાની પાસે છે. શિવાજી રાજાના સરદારો મને પીને નહિ બેસવા દે. મેં જે પ્રથમથી જ આવો વિરોધ ન કર્યો હોત તો આજે આ પશ્ચાત્તાપ કરવાનો વખત ન આવત. બગડી સુધારવાની પ્રભુએ મને અનેક તર્ક આપી પણ કમનસીબે મેં એક તકનો લાભ ન લીધે. સ્વાથી ખુશામતીઓએ મારી દુર્દશા કરી છે. શિવાજી રાજાના પત્રમાં એમણે લખ્યું તેમાંનું ઘણું સાચું છે. મેં એમને વિરોધ કરવામાં ભૂલ કરી પણ હવે એને ઈલાજ શે?” આવા પ્રકારના વિચારોથી ગમગીન દશામાં પોતાના પતિને જોઈ એની ધર્મપત્ની દીપાબાઈએ પૂછયું -“ નાથ ! આપનું ચિત્ત અતિ વ્યગ્ર થયેલું હું જોઉં છું. ઘણે દિવસથી હું આપની માનસિક સ્થિતિનાં કારણે પૂછવાને વિચાર કરું છું પણ મારી હિંમત નોતી ચાલતી પણ હવે તે મને લાગે છે કે મારે એ પૂછવું જ જોઈએ. આપ ભલે મારાથી છૂપાવી રાખો પણ આપના મગજ ઉપર ચિંતાને ભારે બેજ દેખાય છે. આપની ગમગીનીનું કારણ મને જણાવી મારી ચિંતા દૂર કરો. નાથ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy